- અનઅધિકૃત બાંધકામોને નજીવી ઇમ્પેક્ટ ફી ભરી અધિકૃત કરવા ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા 10 વર્ષ પછી ફરીથી લવાયો વટહુકમ
ગુજરાત એક્સક્લૂઝિવ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારે સામાન્ય વ્યક્તિ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લઇ લીધો છે. ગુજરાત અનઅધિકૃત વિકાસ નિયમબધ્ધ કરવા માટેનો વટ હુકમ બહાર પાડવામાં આવ્યો છે. આ નિયમ થકી ગેરકાયદેસર રીતે કરેલા રહેઠણાક બાંધકામને કાયદેસર કરવાનો રસ્તો સાફ કરી દીધો છે. આ નિયમ ગુજરાત રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ, શહેરી વિકાસ સત્તામંડળો અને નગર પાલિકાઓ પર લાગુ થશે.
Advertisement
Advertisement
ગુજરાત સરકારના આ નિર્ણયથી મધ્યમ વર્ગ અને ગરીબ લોકોને ખુબ જ મોટો ફાયદો થશે. મહાનગર પાલિકાઓમાં રહેતા લોકોને આ નિર્ણય ખુબ જ નજીકથી સ્પર્શશે. કેમ કે મહાનગરપાલિકાઓમાં રોટલો તો મળે પણ ઓટલો ના મળે તેવી સ્થિતિ ઉદ્દભવતી હોય છે. વર્તમાનમાં તાલુકા અને જિલ્લા લેવલે પણ અનઅધિકૃત બાંધકામો વધી રહ્યાં છે. તો મેગાસિટીઓમાં તો અનઅધિકૃત બાંધકામ ખુબ જ મોટા પ્રમાણમાં થઇ ગયું છે.
મોટા શહેરોમાં પરિવારના સભ્યોના વધવા સાથે જ મધ્યમ અને ગરીબ લોકોને રહેવાની અગવડતાના કારણે વધારાનું અનઅધિકૃત બાંધકામ કરવા મજબૂર થવું પડે છે. જોકે, હવે તેમની ચિંતાઓનો અંત આવી ગયો છે. પોતાના ગ્રાઉન્ડ લેવલના અધિકૃત મકાન ઉપરાંત અન્ય બીજું અનઅધિકૃત બાંધકામ કરવામાં આવેલુ હશે તો તેને મામૂલી ઇમ્પેક્ટ ફી ભરીને અધિકૃત બનાવી શકાશે.
ઉલ્લેખનિય છે કે, જ્યારે નરેન્દ્ર મોદી 2012માં ગુજરાતના મુખ્યમંત્રી પદ પર હતા, ત્યારે તેમના દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમના નિર્ણયને એક વખત ફરીથી ભૂપેન્દ્ર પટેલની સરકારે દસ વર્ષ બાદ દોહરાવ્યો છે. આ નિર્ણયથી ગરીબ અને મધ્યમ લોકોની સાથે-સાથે સરકારને પણ મોટો ફાયદો થશે. ભૂપેન્દ્ર પટેલ સરકારનો આ નિર્ણય ઘણી મોટી આબાદીને સ્પર્શશે તેથી તેનો સિધો ફાયદો ચૂંટણીમાં થશે તે સ્વભાવિક છે. તો બીજી તરફ ઇમ્પેક્ટ ફી થકી સરકારને કરોડો રૂપિયાની કમાણી પણ થઇ જશે. તે ઉપરાંત અનઅધિકૃત બાંધકામની સમસ્યા વિકરાળ સ્વરૂપધારણ કરી રહી હતી, તેનો શોર્ટમાં ઉકેલ શોધી કાઢવામાં આવ્યો છે.
આ પણ વાંચો : #બેઠકપુરાણ મહુધાઃ એકપણ વખત અહીં ન જીતેલું ભાજપ આ વખતે નવી રણનીતિના શરણે
રાજકીય નિષ્ણાતોના મતે ભૂપેન્દ્ર પટેલ સરકારના આ નિર્ણયની અસર ગુજરાતની ઓછામાં ઓછી 40 એસેમ્બલી સીટ પર પડશે. આ અસર સકારાત્મ રહેશે. તેથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં સરકારની મતબેંક પ્રભાવી રહેશે.
સરકારે અનઅધિકૃત બાંધકામને અધિકૃત બનાવવા માટે મૂકેલી કેટલીક શરતો
- કોને લાગુ પડશે
– ગુજરાત રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ, શહેરી વિકાસ સત્તા મંડળો અને નગરપાલિકાઓ
– રેરા કાયદા હેઠળ જે બાંધકામોને નોટિસ આપેલ હોય તેનો સમાવેશ થશે નહીં.
2. શું નિયમબદ્ધ થઇ શકશે
– માર્જિન, બીલ્ટઅપ, મકાનની ઊંચાઈ, ઉપયોગમાં ફેરફાર, કવર્ડ પ્રોજેક્શન, પાર્કિગ (ફક્ત 50 ટકા ાટે ફી લઈને નિયમબદ્ધ થઇ શકશે) કોમન પ્લોટ (50 ટકા કવરેજની મર્યાદાને આધીન અને માત્ર મળવા પાત્ર ઉપયોગ) સેનિટરી સુવિધા
3. શું નિયમબદ્ધ થઇ શકશે નહી
- – જે કિસ્સામાં મળવાપાત્ર એફ.એસ.આઈ 1.0થી ઓછી હોય
- રહેણાક ઉપયોગ સિવાય (દા.ત વાણીજ્ય, શૈક્ષણીક, આરોગ્ય, ઔદ્યોગિક વગેરે) બાંધકામોમાં સીજીડીસીઆર મુજબ મહત્તમ મળવાપાત્ર fsl કરતાં 50 ટકા વધારે એફએસએલ થતી હોય
- પ્લોટની હદ્દથી બહાર નિકળતા પ્રોજેક્ટ
- પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, પાણીના નિકાલા, ઈલેક્ટ્રીક લાઈન, ગેસ લાઈન અને જાહેર ઉપયોગી સેવાઓ ઉપર કરેલા બાંધકામ
- સરકારી સ્થાનિક સત્તામંડળોની જમીનો પરના બાંધકામ, ચોક્કસ હેતુ માટે સંપાદન/ ફાળવણી કરાયેલી જમીનો, જાહેર રસ્તામાં આવતી જમીનો, જળ પ્રવાહ અને જળ – સ્ત્રોત જેવા કે તળાવ, નદી, કુદરતી જળપ્રવાહ વગેરે, ઓબ્નોક્ષિયસ અને હેઝાર્ડસ ઔદ્યોગિક વિકાસના હેતુ માટે નિયત કરાયેલ વિસ્તાર, શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ રમત ગમતનું મેદાન
- ફાયર સેફ્ટીના કાયદા મુજબ સુસંગત ના હોય, સ્ટ્રક્ચરલ સ્ટેબીલીટીની જરૂરીયાત જળવાતી ન હોય, રેરા કાયદા હેઠળ ઠરાવેલ બિનઅધિકૃત બાંધકામ, ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીસમેન્ટ કાયદા મુજબ સુંસગત ન હોય તેવા બાંધકામો.
4. પાર્કિગ માટે અપનાવવાની થતી પદ્ધતિ
– નિયમ પાર્કીગની જોગવાઇ પૈકી 50 ટકા પાર્કિગ માલિક/ કબ્જેદારે જે તે સ્થળે પ્રથમ પુરી પાડવાની રહેશે.
– જો સ્થળે શક્ય ન હોય ત્યારે નિર્દિષ્ટ સત્તામંડળ આવી સુવિધા 500 મી.ની ત્રીજ્યામાં 03 માસમાં પૂડી પાડવા જણાવશે.
– બાકીના 50 ટકા ખુટતું પાર્કિગ માટે ફી લઈને બાંધકામ નીયમીત કરી શકાશે.
– રહેણાક વિસ્તારમાં ખુટતા પાર્કિંગના કિસ્સામાં 15 ટકા જંત્રી આપવી પડશે
– બિન રહેણાક વિસ્તારમાં ખુટતા પાર્કિંગ માટે 30 ટકા જંત્રી આપવી પડશે.
5. આંતરમાળખાકીય સવલત વિકાસ ભંડોળ
ફીથી એકત્ર થતી રકમ આંતરમાળખાકીય સવલ વિકાસ ભંડોલ તરીકે આંતરમાળખાકીય સવલતો સુસજ્જ કરવા, ફાયર સેફ્ટી સવલતો ઉભી કરવા, પાર્કીંગની જોગવાઇ કરવા, પર્યાવરણ સુધારણા માટે રખાશે.
6.. બી.યુ. પરમીશન
આ વટહુકમ હેઠળ અનધિકૃત વિકાસ અથવા તેના ભાગના નિયમિતકરણથી તે મકાન/બિલ્ડીંગ માટે સી.જી.ડી.સી.આર કે અન્ય સંબંધિત કાયદા હેઠળ આપવામાં આવતી વપરાશની પરવાનગી (બી.યુ.પી) માનવામાં આવશે.
7. ક્યારથી અમલમાં આવશે?
– તારીખ 01-10-2022 પહેલા થયેલા બિનઅધિકૃત બાંધકામોને નિયમિત કરી શકાશે. તમે ઉપરોક્ત તમામ પ્રક્રિયા માટે ઇ-નગર પોર્ટલ ઉપર જઇને ઓનલાઈન અરજી કરી શકો છો અને ઓનલાઈન ફી પણ ભરી શકો છો.
Advertisement