કોલકાતા: પશ્ચિમ બંગાળમાં પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીને લઇને રાજનીતિ શરૂ થઇ ગઇ છે. મુખ્યમંત્રી મમતા બેનરજીએ પીએમ મોદીને અપીલ કરી છે કે તે સૌરવ ગાંગુલીને ICC ચૂંટણી લડવાની પરવાનગી આપે. મમતાની આ માંગ પર ભાજપે પલટવાર કર્યો છે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેંદુ અધિકારીએ મમતા બેનરજીને રમતમાં રાજનીતિ ના કરવાની વાત કરી છે.
Advertisement
Advertisement
ભાજપના નેતા સુવેંદુ અધિકારીએ સૌરવ ગાંગુલીને લઇને હવે બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની એન્ટ્રી પણ કરાવી દીધી છે. સુવેંદુ અધિકારીએ કહ્યુ,
“મમતા બેનરજી શાહરૂખ ખાનને હટાવી દે અને સૌરવ ગાંગુલીને પશ્ચિમ બંગાળના બ્રાંડ એમ્બેસેડર બનાવે. જો મમતા બેનરજી સૌરવ ગાંગુલીનો કાર્યકાળ વધારવા માંગતા હતા તો તેમણે સૌરવ ગાંગુલીને પશ્ચિમ બંગાળના બ્રાંડ એમ્બેસેડર બનાવવા જોઇતા હતા. રમતમાં રાજનીતિ ના કરો. આ બધી વસ્તુથી પીએમ મોદી દૂર રહે છે.”
મમતા બેનરજીએ શું કહ્યુ હતું?
મમતા બેનરજીએ કહ્યુ હતુ કે હું પીએમને અનુરોધ કરૂ છુ કે આ સુનિશ્ચિત કરે કે સૌરવ ગાંગુલીને આઇસીસીની ચૂંટણી લડવાની પરવાનગી આપવી જોઇએ. મમતા બેનરજીએ કહ્યુ હતુ કે તે એક લોકપ્રિય વ્યક્તિ છે, માટે તેમણે વંચિત કરવામાં આવી રહ્યા છે. મમતા બેનરજીએ કહ્યુ, હું ભારત સરકારને અનુરોધ કરૂ છુ કે તે રાજકીય રીતે નિર્ણય ના લે, પણ ક્રિકેટ માટે નિર્ણય લે.
આ પણ વાંચો: કહાની ધનબાદના ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ની, કોલસાની કિંમતથી નક્કી થતો હતો બિહારનો મુખ્યમંત્રી?
સૌરવ ગાંગુલીને ખોટી રીતે હટાવવામાં આવ્યા
બંગાળના મુખ્યમંત્રીએ એમ પણ કહ્યુ કે સૌરવ ગાંગુલીને ખોટી રીતે અધ્યક્ષ પદેથી અલગ કરવામાં આવ્યા છે. મમતા બેનરજીએ કહ્યુ,. હું ઘણી દુખી છુ, સૌરવ એક લોકપ્રિય વ્યક્તિ છે અને તે ભારતીય ટીમનો કેપ્ટન હતો, તેમણે દેશને ઘણુ આપ્યુ છે. તે માત્ર બંગાળનું ગૌરવ જ નથી પણ ભારતનું ગૌરવ છે, તેમણે આ રીતે બહાર કરવા યોગ્ય નથી.
Advertisement