Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મોરવા-હડફ વિધાનસભા પેટાચૂંટણીનું પરિણામ જાહેર, ભાજપના નિમિષાબેન સુથારનો વિજય

મોરવા-હડફ વિધાનસભા પેટાચૂંટણીનું પરિણામ જાહેર, ભાજપના નિમિષાબેન સુથારનો વિજય

0
64

ગોધરા: પંચમહાલ જિલ્લાની મોરવા-હડફ વિધાનસભા બેઠક પર યોજાયેલા પેટાચૂંટણીની આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. આ બેઠકના પરિણામ પર સૌ કોઈની નજર હતી, કારણ કે અહીં ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથાર અને કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારા વચ્ચે કાંટાની ટક્કર જામી હતી. જો કે હવે પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં ભાજપના ઉમેદવાર 45 હજાર મતે વિજેતા બન્યાં છે. Morva Hadaf Bypolls

જણાવી દઈએ કે, આ બેઠક પર અપક્ષ ઉમેદવાર ભુપેન્દ્ર ખાંટને 2017ની વિધાનસભા ચૂંટણીમાં જીત મળી હતી. જો કે વર્ષ 2019માં ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ જાતિના પ્રમાણ પત્ર નકલી ગણાવીને ખાંટની વિધાનસભાની સદસ્યતા રદ્દ કરી હતી. જે બાદ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. જો કે લાંબી બીમારી બાદ 21 જાન્યુઆરી,2021ના રોજ ભુપેન્દ્ર ખાંટનું અવસાન થઈ ગયું હતું.

જે બાદ આ બેઠક પર પેટાચૂંટણી યોજવાની ફરજ પડી હતી. જેમાં ભાજપે આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નિમિષાબેન સુથારને મેદાને ઉતાર્યા હતા, જ્યારે કોંગ્રેસે સુરેશભાઈ કટારાને મેદાને ઉતાર્યા હતા.

આ પણ વાંચો:  ચૂંટણી પહેલા પ્રશાંત કિશોરે કરેલી ભવિષ્યવાણી સાચી પડી રહી છે, હવે શું કરશે ભાજપ? Morva Hadaf Bypolls

મોરવા હડફ બેઠક પર ભાજપમાંથી 21 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી જેમાંથી ચાર નામની પેનલ હાઇકમાન્ડને મોકલવામાં આવી હતી જેમાંથી નિમિષા સુથારનું નામ ફાઇનલ કરવામાં આવ્યુ હતું. નિમિષા સુથાર વર્ષ 2012ની પેટા ચૂંટણીમાં ધારાસભ્ય બન્યા હતા. હાલ તેઓ જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ તરીકે જવાબદારી નીભાવી રહ્યા છે.

બીજી તરફ કોંગ્રેસે સુરેશ કટારાને ટિકિટ આપી હતી. સુરેશ કટારા છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસના સક્રીય કાર્યકર છે. સુરેશ કટારા ખેતી કરે છે અને 10 વર્ષ સુધઈ સાગવાડા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે સેવા આપી છે. સુરેશ કટારાના પિતા ત્રણ ટર્મ સુધી તાલુકા પંચાયતના સભ્ય પણ રહી ચુક્યા છે. સુરેશ કટારાના પત્ની રજાયતા જિલ્લા પંચાયત બેઠકના સભ્ય છે. Morva Hadaf Bypolls

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat