Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વડોદરામાં સતત 4થી વખત ભાજપની સત્તા, 76માંથી 69 બેઠક પર મેળવી જીત

વડોદરામાં સતત 4થી વખત ભાજપની સત્તા, 76માંથી 69 બેઠક પર મેળવી જીત

0
45

વડોદરા: ગુજરાતમાં રવિવારે 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે સરેરાશ 45.61 ટકા મતદાન થયું હતું. જેના માટે આજે મત ગણતરી હાથ ધરાઈ હતી. જેમાં તમામ મહાનગર પાલિકા પર ભાજપે પુન સત્તાં હાંસલ કરી છે. વડોદરા નગર પાલિકાની મત ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. જેમાં વડોદરાની 76 બેઠકોમાંથી 69 બેઠકો પર ભાજપની જીત થઈ છે. જ્યારે 7 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો જીત્યાં છે. Vadodara Municipal Election

રવિવારે યોજાયેલી ચૂંટણીમાં વડોદરાની 76 બેઠકો પર 47.99 ટકા મતદાન થયું હતુ. જેમાં 279 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થઈ ગયું છે. વડોદરા પોલિટેકનિક કોલેજ ખાતે આજે વહેલી સવારથી મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપના ઉમેદવારો 69 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસે માત્ર 7 વોર્ડમાં વિજય મેળવ્યો છે. આ સાથે જ વડોદરા કોર્પોરેશનમાં સતત ચોથી વખત ભાજપના હાથમાં સત્તા આવશે.

વડોદરા વોર્ડ નબર 2માં ભાજપની પેનલનો વિજય થયો છે. જેમાં ભાજપના ઉમેદવાર મહાવીરસિંહ રાજપુરોહિત, ભાણાજી પટેલ, રશ્મિકા વાઘેલા અને વર્ષાબેન વ્યાસનો સમાવેશ થાય છે. વડોદરા વોર્ડ નંબર 18માં કોંગ્રેસના કદાવર નેતા ચિરાગ ઝવેરી અને તેમની પેનલની હાર થઈ છે. ચિરાગ ઝવેરી સતત 6 ટર્મથી કોંગ્રેસના કોર્પોરેટર હતા. વોર્ડ નંબર 18માં ભાજપના કલ્પેશ પટેલ, કેતન પટેલ, ભારતી ભદ્રેશ્વરા અને સુરૂતા પ્રધાનનો વિજય થયો છે.

વડોદરામાં વોર્ડ 9માં ભાજપના ઉમેદવાર 22 વર્ષના શ્રીરંગ આયરે 21000ની જંગી લીડથી જીત મેળવી છે. વડોદરામાં ભાજપના સૌથી યુવા ઉમેદવારે રેકોર્ડ બ્રેક વિજય મેળવ્યો છે. વડોદરાના વોર્ડ નંબર 15માં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપના આશિષ જોશી, રણછોડ રાઠવા, પારૂલ પટેલ અને પૂનમ શાહનો વિજય થયો છે. Vadodara Municipal Election

આ પણ વાંચો: CM રૂપાણીના હોમટાઉનમાં ભગવો લહેરાયો, રાજકોટમાં 72માંથી 68 પર ભાજપની જીત Vadodara Municipal Election

વડોદરાના વોર્ડ નંબર 15માં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપના આશિષ જોશી, રણછોડ રાઠવા, પારૂલ પટેલ અને પૂનમ શાહનો વિજય થયો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ 7માં ભાજપના ચારેય ઉમેદવારની જીત થઈ છે. આ પૈકી ભાજપનાં ઉમેદવાર ભૂમિકા રાણાની વય માત્ર 22 વર્ષની જ છે. આ વોર્ડમાં કોંગ્રેસની ટિકિટ પર ગત ચૂંટણીમાં જીતેલાં ભૂતપૂર્વ કોર્પોરેટર જાગૃતિ રાણાનો પરાજય થયો છે. Vadodara Municipal Election

જ્યારે વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ નંબર 1માં કોંગ્રેસની પેનલની જીત થઈ છે. જ્યારે વોર્ડ નંબર 16માં કોંગ્રેસના બે ઉમેદવાર અને ભાજપના બે ઉમેદવારની જીત થઈ છે.  Vadodara Municipal Election

જણાવી દઈએ કે, 2015ની ચૂંટણીમાં થયેલા 49.53% મતદાન કરતાં કોરોના મહામારી વચ્ચે આ વખતે થોડુ વધુ મતદાન થયું હતું. ભાજપ લાંબા સમયથી તમામ છ મહાનગરપાલિકામાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં સત્તા પર છે. અમદાવાદમાં 2008, વડોદરામાં 2005, સુરતમાં 1990, રાજકોટમાં 2005 અને ભાવનગરમાં 1995 તેમજ જામનગરમાં 1995થી ભાજપ સત્તામાં છે. ફરી એક વખત છ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat