Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > CM રૂપાણીના હોમટાઉનમાં ભગવો લહેરાયો, રાજકોટમાં 72માંથી 68 પર ભાજપની જીત

CM રૂપાણીના હોમટાઉનમાં ભગવો લહેરાયો, રાજકોટમાં 72માંથી 68 પર ભાજપની જીત

0
48

રાજકોટ: ગુજરાતની 6 મહાનગર પાલિકાની 576 બેઠકો પર આજે મતગણતરી હાથ ધરાઈ રહી છે. જેમાં મોટાભાગની મહાનગર પાલિકામાં ભાજપની જીત નક્કી છે, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાં કોંગ્રેસનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું છે. Rajkot Municipal Election 2021

રાજકોટ મ્યુન્સિપલ કોર્પોરેશનની 72 બેઠકો પર ગત રવિવારે 50.75 ટકા મતદાન થયું હતું. જેમાં શહેરના 18 વોર્ડમાં ભાજપ, કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓના 293 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થઈ ગયું હતુ. જો કે આજે મતગણતરી દરમિયાન રાજકોટમાં ભાજપનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. રાજકોટની કુલ 72 બેઠકોમાંથી 68 બેઠકો પર ભાજપના ઉમેદવારો જીત્યાં છે. જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 4 જ બેઠકો આવી છે.

ખાસ વાત એ રહી કે, રાજકોટમાં વોર્ડ નંબર 16માં ભાજપના રૂચીતાબેન જોશીને 8600 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના રસીલાબેન ગેરીયાને 8589 મત મળ્યા હતા. આ વોર્ડમાં ભાજપના ઉમેદવાર રૂચિતાબેન જોશીનો માત્ર 11 મતે વિજય થયો હતો. Rajkot Municipal Election 2021

આ પણ વાંચો: ભાવનગર મનપામાં ભાજપની ભવ્ય જીત, 52માંથી 44 બેઠકો પર કમળ ખીલ્યું Rajkot Municipal Election 2021

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે પાર્ટીની હાર સ્વીકારતા પોતાના પરથી રાજીનામું આપતા જણાવ્યું કે, પ્રજાનો ચુકાદો માથે ચઢાવું છે. આ સાથે જ તેમણે વહીવટી તંત્રના દુરુપયોગનો આક્ષેપ કરવા સાથે જ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. Rajkot Municipal Election 2021

જણાવી દઈએ કે, 2015ની ચૂંટણીમાં થયેલા 49.53% મતદાન કરતાં કોરોના મહામારી વચ્ચે આ વખતે થોડુ વધુ મતદાન થયું હતું. રાજકોટમાં વોર્ડ નંબર 1, 4, 6, 7, 8, 9, 10, 13 અને 16માં ભાજપની પેનલ જીતી ગઈ છે.
ભાજપ લાંબા સમયથી તમામ છ મહાનગરપાલિકામાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં સત્તા પર છે. અમદાવાદમાં 2008, વડોદરામાં 2005, સુરતમાં 1990, રાજકોટમાં 2005 અને ભાવનગરમાં 1995 તેમજ જામનગરમાં 1995થી ભાજપ પાસે બહુમત છે. ફરી એક વખત છ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાય તેવી શક્યતા છે. Rajkot Municipal Election 2021

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat