જામનગર: ગુજરાતમાં રવિવારે યોજાયેલી 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મોટાભાગની મહાનગર પાલિકામાં ભાજપનો કેસરિયો લહેરાયો છે. જેમાં સૌ પ્રથમ જામનગર મહાનગર પાલિકાની 64 બેઠકો માટેની મત ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. જેમાંથી 50 બેઠકો પર ભાજપની જીત થઈ ગઈ છે. Jamnagar Corporation Results
કોરોના મહામારી વચ્ચે જામનગર મહાનગર પાલિકાની 64 બેઠકો પર 53.64 ટકા મતદાન થયું હતું. જેમાં 236 ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ થઈ ગયા હતા. જેની આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 50 બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત થઈ ગઈ છે. જ્યારે કોંગ્રેસ 11 બેઠક પર જીત મેળવી છે. આ સિવાય સૌથી ચોંકાવનારી વાત એ છે કે, માયાવતીની બહુજન સમાજ પાર્ટી આ વખતે 3 બેઠકો પર જીત મેળવી છે.
જામનગરના વોર્ડ નંબર 6 પર બહુજન સમાજવાદી પાર્ટીના ફુકરાન શેખ, જ્યોતિ ભારવડિયા, રાહુલ બોરીચાનો વિજય થયો છે. આ સાથે ભાજપની પેનલમાંથી જયુબા ઝાલાનો વિજય થયો છે. વોર્ડ નંબર.1માં કોંગ્રેસનો ગઢ અકબંધ રહ્યો હતો અને કોંગ્રેસના ચારેય ઉમેદવારો વિજેતા થયા હતાં. આ સાથે ભાજપના ગઢ એવા વોર્ડ નં.13માં ભાજપમાં ગાબડું પાડી કોંગ્રેસના એક ઉમેદવાર વિજેતા થયા છે. Jamnagar Corporation Results
આ પણ વાંચો: રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખે હાર સ્વીકારી, પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલ Jamnagar Corporation Results
જામનગરમાં આમ આદમી પાર્ટીના કરશન કરમુરનો 1100 મતથી પરાજય થયો. કરશન કરમુર ભાજપ સાથે છેડો ફાડીને AAPમાં જોડાયા હતા. કરશન કરમુર ડેપ્યૂટી મેયર રહી ચૂક્યા છે. જામનગરમાં ભાજપના વિજેતા ઉમેદવાર કહ્યું કે, પાર્ટીની જીતનો શ્રેય કેબિનેટ મંત્રી ફળદુ સાહેબ તથા સાંસદ પૂનમ માડમ તથા શહેર પ્રમુખ તથા ચૂંટણી ઈન્ચાર્જ હસમુખ ઈન્ડોજાને જાય છે. આ જીત અમારી નથી આ જીત નાગરિકોની છે.
જણાવી દઈએ કે, ડિસેમ્બર-2015માં યોજાયેલી જામનગર મહાનગરપાલિકાની 64 બેઠકોની ચૂંટણીમાં ભાજપના 38 ઉમેદવારો જીત્યા હતા. તે સમયે પાટીદાર આંદોલનનો લાભ પણ કોંગ્રેસ યોગ્ય રીતે લઇ શકી ન હતી અને માત્ર 24 બેઠક જીતીને વિપક્ષી પાર્ટી બની હતી. Jamnagar Corporation Results