Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > ભાવનગર મનપામાં ભાજપની ભવ્ય જીત, 52માંથી 44 બેઠકો પર કમળ ખીલ્યું

ભાવનગર મનપામાં ભાજપની ભવ્ય જીત, 52માંથી 44 બેઠકો પર કમળ ખીલ્યું

0
53

ભાવનગર: ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, રાજકોટ અને ભાવનગર મહાનગર પાલિકાની ચૂંટણી માટે રવિવારે સરેરાશ 45.61 ટકા મતદાન થયું હતું. જેના માટે આજે મત ગણતરી હાથ ધરાઈ હતી. જેમાં તમામ 6 મનપા પર ભાજપનો ભગવો લહેરાતો હોય તેમ લાગી રહ્યું છે. જેમાં જામનગરમાં 64માંથી 51 બેઠકો પર જીત મેળવી ભાજપે કબ્જો જમાવ્યો છે. હવે ભાવનગરમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. Bhavnagar Municipal Election

રવિવારે ભાવનગરના 13 વોર્ડની 52 સીટ પર 49.47 ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપના 52, કોંગ્રેસ 51 તો અન્ય પક્ષોના 105 અને 3 અપક્ષ સહિત કુલ 211 ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ થઈ ગયા હતા. જેની મતગણતરી આજે હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાવનગરની 52 બેઠકોમાંથી 44 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના ફાળે 8 બેઠકો આવી છે. Bhavnagar Municipal Election

ભાવનગરમાં વોર્ડ 8માં ભાજપની પેનલની જીત થઈ છે. ભાજપના રાજેશ ભાઈ રાબડીયા, રાજેશભાઇ પંડયા, ભારતીબેન બારૈયા અને મોનાબેન પારેખનો વિજય થયો છે. ભાવનગરના વોર્ડ 7 અને 11માં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાવનગર વોર્ડ નંબર 12માં ઉત્તર સરદારનગર વોર્ડમાં ભાજપની પેનલનો વિજય થયો છે. જેમાં ભાજપના યુવરાજસિંહ ગોહિલ, બુધાભાઈ ગોહેલ, ભાવનાબેન સોનાણી અને ઉષાબેન બધેકાની જીત થઈ છે.

આ પણ વાંચો:  જામનગરમાં મનપા પર ભાજપનો કબજો, 64માંથી 50 બેઠકો પર મેળવી જીત  Bhavnagar Municipal Election

જ્યારે ભાવનગરના વોર્ડ નંબર 5 ઉત્તર કૃષ્ણનગર રૂવા બેઠક ઉપરથી કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. અહીં કોંગ્રેસના ભરત બુધેલીયા, જશુબેન બારૈયા, શબાનાબેન ખોખર અને જિતેન્દ્રભાઈ સોલંકીની જીત થઈ છે. ભાવનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસના નિરાશાજનક પ્રદર્શન બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ રાજીનામું આપી દીધુ છે.  Bhavnagar Municipal Election

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat