Gujarat Exclusive > દેશ-વિદેશ > સાવરકરને રાષ્ટ્રપિતા જાહેર કરશે ભાજપ, રાજનાથના નિવેદન પર ઓવૈસીનો પલટવાર

સાવરકરને રાષ્ટ્રપિતા જાહેર કરશે ભાજપ, રાજનાથના નિવેદન પર ઓવૈસીનો પલટવાર

0
58

નવી દિલ્હી: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નિવેદનની ટિકા કરતા AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ કે ભાજપ જલ્દી વિનાયક દામોદર સાવરકરને દેશના રાષ્ટ્રપિતા જાહેર કરી દેશે. ઓવૈસીએ કહ્યુ, આ લોકો ઇતિહાસને તોડી મરોડીને રજૂ કરી રહ્યા છે. જો આમ જ ચાલતુ રહ્યુ તો આ લોકો મહાત્મા ગાંધીને હટાવીને સાવરકરને દેશના રાષ્ટ્રપિતા જાહેર કરી દેશે.

ઓવૈસીએ કહ્યુ કે, મહાત્મા ગાંધીની હત્યાનો સાવરકર પર પણ આરોપ લાગ્યો હતો અને ન્યાયમૂર્તિ જીવન લાલ કપૂરનીત પાસમાં હત્યામાં સામેલ ગણાવવામાં આવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં બોલતા કહ્યુ હતુ કે વિનાયક દામોદર સાવરકરે મહાત્મા ગાંધીના કહેવા પર બ્રિટિશ સરકાર સામે દયા અરજી દાખલ કરી હતી.

સંરક્ષણ મંત્રીએ કહ્યુ હતુ કે હિન્દુત્વના પ્રતીક સાવરકરે મહાત્મા ગાંધીના સૂચન પર અંડમાન જેલમાં કેદ દરમિયાન બ્રિટિશ સરકાર સામે દયા અરજી દાખલ કરી હતી પરંતુ સ્વતંત્રતા સંગ્રામમાં તેમના યોગદાનને અલગ વિચારોથી માનનારાઓ તેમણે બદનામ કર્યા અને તેને હવે વધુ સહન કરી નહી શકાય, તેમણે કહ્યુ કે રાષ્ટ્ર નાયકોના વ્યક્તિત્વ અને કૃતિત્વ વિશે વાદ પ્રતિવાદ હોઇ શકે છે, પરંચુ વિચારધારાના ચશ્માથી જોઇને વીર સાવરકરના યોગદાનની ઉપેક્ષા કરવી અને તેમણે અપમાનિત કરવા માફી યોગ્ય અને ન્યાયસંગત નથી.

આ પણ વાંચો: ગાંધીના કહેવા પર સાવરકરે અંગ્રેજો સામે કરી હતી દયા અરજી- રાજનાથ સિંહ

રાજનાથ સિંહે ઉદય માહૂરકર અને ચિરાયુ પંડિતના પુસ્તક વીર સાવરકર હુ કુડ હૈવ પ્રીવેંટેડ પાર્ટિશનના વિમોચન કાર્યક્રમમાં આ વાત કહી હતી. કાર્યક્રમમાં સરસંઘ ચાલક મોહન ભાગવતે પણ ભાગ લીધો હતો. રાજનાથ સિંહે કહ્યુ, એક ખાસ વિચારધારાથી પ્રભાવિત તબક્કો વીર સાવરકરના જીવન અને વિચારધારાથી અપરિચિત છે અને તેમણે તેમની સાચી સમજ નથી, તે સવાલ ઉઠાવતા રહ્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat