Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > મહેસાણા: સતલાસણા તાલુકા પંચાયત કબજે કરવા ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ, અપક્ષ કિંગ મેકરની ભૂમિકામાં

મહેસાણા: સતલાસણા તાલુકા પંચાયત કબજે કરવા ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ, અપક્ષ કિંગ મેકરની ભૂમિકામાં

0
112

પાટણ: ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો જવલંત વિજય થયો છે, જ્યારે જનતાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે. જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પણ કોંગ્રેસનો સાર્વત્રિક સફાયો થયો છે, પરંતુ મહેસાણા જિલ્લાની સતલાસણા તાલુકા પંચાયત બચાવવા માટે કોંગ્રેસે કમર કસી છે. Satlasana Taluka Panchayat

કોંગ્રેસ પ્રવક્તા જયરાજ સિંહ સતલાસણા તાલુકા પંચાયતમાં પાર્ટીને જીતાડવામાં સફળ જરૂ થયા હોય, પરંતુ ખૂબ જ પાતળી બહુમતી હોવાના કારણે કોંગ્રેસને પોતાનું શાસન લાવવા માટે લોઢાના ચણા ચાવવા જેવું અઘરું થઈ પડ્યું છે.

જણાવી દઈએ કે, સતલાસણા તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને સૌથી વધુ 8 બેઠકો મળી છે. જ્યારે ભાજપના ખાતામાં 7 તેમજ 1 બેઠક અપક્ષના ફાળે ગઈ હતી. આમ ખૂબ જ પાતળી સરસાઈ હોવાથી ભાજપ પણ તાલુકા પંચાયતમાં સત્તા મેળવવા મથામણ કરી રહી છે. આવા સંજોગોમાં અપક્ષ કિંગ મેકરની ભૂમિકામાં આવી ગયો છે. Satlasana Taluka Panchayat

જો અપક્ષ તરીકે ચૂંટાયેલો ઉમેદવાર ભાજપ સાથે જોડાય તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટાઈ પડી અને પછી ચિઠ્ઠી ઉછાળીને વિજેતા જાહેર કરવામાં આવે. જ્યારે અપક્ષ કોંગ્રેસને ટેકો આપે, તો તે બહુમતીથી સત્તા હાંસલ કરી શકે. એવી ચર્ચા થઈ રહી છે કે, મત ગણતરી બાદ જ અપક્ષ ઉમેદવાર ગાયબ થઈ ગયો છે. ભાજપે જ અપક્ષ ઉમેદવારને અજ્ઞાત સ્થળે મોકલ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચો:  ખેડૂત આંદોલન: પ્રશ્નો પૂછીને રાકેશ ટિકૈતની બોલતી બંધ કરનારી વિદ્યાર્થિનીને મહિલા દિવસે કરાશે સમ્માનિત Satlasana Taluka Panchayat

આ અંગે તાલુકા ભાજપ પ્રમુખ વિનોદ ચૌહાણે જણાવ્યું કે, અમારી પાસે 8 સભ્યો છે અને અપક્ષ સિવાય કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો પણ અમારી સાથે જ આવશે. ગામવાળાઓએ અપક્ષ ઉમેદવારને ભાજપ સાથે જવાની શરતે જ જીતાડ્યો છે. Satlasana Taluka Panchayat

અપક્ષ તરીકે જીતેલો ઉમેદવાર અચાનક ગાયબ થઈ જતાં કોંગ્રેસ પણ હરકતમાં આવી ગઈ છે. કોંગ્રેસને પણ પોતાના સભ્યો તૂટવાનો ડર સતાવી રહ્યો હોય તેમ પાર્ટીના પ્રવક્તા જયરાજસિંહ પરમાર સતલાસણા તાલુકા પંચાયતમાંથી ચૂંટાયેલા પોતાના 8 સભ્યોને લઈને ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat