Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > BREAKING: ભાજપના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમાર પક્ષમાંથી રાજીનામું આપવાની તૈયારીમાં

BREAKING: ભાજપના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમાર પક્ષમાંથી રાજીનામું આપવાની તૈયારીમાં

0
322

ભરૂચઃ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમાર પક્ષથી(bjp-umreth-mla) નારાજ છે. તેમણે રાજીનામુ આપવા મન બનાવી લીધું હોવાનું કહેવાય છે. તેઓએ જણાવ્યું છે કે રાજીનામા અંગે તે વિધાનસભા અધ્યક્ષને જણાવી ચૂક્યા છે. અમુલ ડેરીમાં નોમિની ડિરેક્ટરની નિમણૂકને લઈને તેઓ નારાજ છે. ગોવિંદ પરમાર ઉમરેઠના ધારાસભ્ય છે.

તેમનું કહેવું છે કે તેને હરાવવાનો પ્રયાસ કરનારા ભરત પટેલને બોર્ડના મેમ્બર બનાવવામાં આવતા તેઓ નારાજ છે. તેઓનું માનવું છે કે આ રીતે વિધાનસભ્યને હરાવવાની પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારાને આ પ્રકારનો શિરપાવ કેવી રીતે આપી શકાય. આ રીતે તો પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારાઓની સંખ્યા વધી જશે. ભરત પટેલ ન્યાય સમિતિના ભૂતપૂર્વ ચેરમેન છે.

આ ઉપરાંત તેમણે ભાજપના સાંસદ મિતેશ પટેલ પર પણ ગંભીર આરોપ મૂક્યા હતા. સાંસદ મિતેશ પટેલ કોમવાદ ફેલાવતા હોવાનો આરોપ તેમણે મૂક્યો હતો. તેની સાથે બોર્ડની ચૂંટણીમાં તેમના સમર્થકોને હરાવવાનો પ્રયત્ન કર્યાનો પણ આરોપ મૂક્યો હતો. તેમણે રાજીનામુ આપવા માટે વિધાનસભા અધ્ય7 પાસે સમય માંગ્યો છે. તેઓ મંગળવારે રાજીનામુ આપશે તેમ માનવામાં આવે છે.