રાજકોટ: ગુજરાતની 6 મહાનગર પાલિકાની 576 બેઠકો પર આજે મતગણતરી હાથ ધરાઈ રહી છે. જેમાં મોટાભાગની મહાનગર પાલિકામાં ભાજપનો કબ્જો નક્કી મનાઈ રહ્યો છે, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાં કોંગ્રેસનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું છે. Rajkot Civic Polls
રાજકોટ મ્યુન્સિપલ કોર્પોરેશનની 72 બેઠકો પર ગત રવિવારે 50.75 ટકા મતદાન થયું હતું. જેમાં શહેરના 18 વોર્ડમાં ભાજપ, કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓના 293 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થઈ ગયું હતુ. જો કે આજે મતગણતરી દરમિયાન રાજકોટમાં ભાજપનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. અત્યાર સુધી 36 બેઠકો ભાજપે જીતી લીધી છે. જ્યારે વોર્ડની મતગણતરીમાં ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યાં છેજેના કારણે આ વખતે રાજકોટમાં ભાજપના ઉમેદવાર મેયર બનશે તેમ નક્કી થઈ ગયું છે. Rajkot Civic Polls
ખાસ વાત એ રહી કે, રાજકોટમાં વોર્ડ નંબર 16માં ભાજપના રૂચીતાબેન જોશીને 8600 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના રસીલાબેન ગેરીયાને 8589 મત મળ્યા હતા. આ વોર્ડમાં ભાજપના ઉમેદવાર રૂચિતાબેન જોશીનો માત્ર 11 મતે વિજય થયો હતો. રૂચિતા બેન કોંગ્રેસના રસીલાબેન ગેરીયા સામે માત્ર 11 મતે જીત્યા હતા. Rajkot Civic Polls
આ પણ વાંચો: ગુજરાતમાં પહેલી વાર માયાવતીના બસપની એન્ટ્રી, ભાજપની પેનલ તોડી Rajkot Civic Polls
જણાવી દઈએ કે, 2015ની ચૂંટણીમાં થયેલા 49.53% મતદાન કરતાં કોરોના મહામારી વચ્ચે આ વખતે થોડુ વધુ મતદાન થયું છે. અત્યાર સુધીની મતગણતરી મુજબ 72માંથી 48 બેઠકો ભાજપના ફાળે જાય તેમ લાગી રહ્યું છે. રાજકોટમાં વોર્ડ નંબર 1, 4, 6, 7, 8, 9, 10, 13 અને 16માં ભાજપની પેનલ જીતી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, 6 મહાનગર પાલિકાની કુલ 575 બેઠકોના પરિણામો આજે આવશે. જ્યારે અમદાવાદની એક બેઠક પર પહેલા જ ભાજપના મહિલા ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. ભાજપ અને કોંગ્રેસે આ ચૂંટણીને આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ખૂબ જ મહત્વ આપ્યું હતુ. ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પોતાના પરિવાર સાથે મત આપવા પહોંચ્યા હતા. આમ પણ આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ મુકાબલો નહતો, પરંતુ આપ અને AIMIM પણ ચૂંટણીના મેદાનમાં ઉતરતા બહુપાંખીયો જંગ જોવા મળ્યો છે. Rajkot Civic Polls
ભાજપ લાંબા સમયથી તમામ છ મહાનગરપાલિકામાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં સત્તા પર છે. અમદાવાદમાં 2008, વડોદરામાં 2005, સુરતમાં 1990, રાજકોટમાં 2005 અને ભાવનગરમાં 1995 તેમજ જામનગરમાં 1995થી ભાજપ પાસે બહુમત છે. ફરી એક વખત છ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાય તેવી શક્યતા છે.