ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રાજ્યના નાના મોટા સમાજ સૌ કોઈ ટિકિટની દાવેદારી કરવા લાગ્યા છે. સૌરાષ્ટ્રની સિદસર ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ જેરામ વાંસજાળિયાએ આગામી ચૂંટણીમાં ભાજપ પાસે પાટીદાર સમાજ માટે 50 ટિકિટની માગ કરી છે. સાથે પાટીદાર અનામત આંદોલન સમયે મૃત્યુ પામેલા યુવાનોના પરિવારજનોને નોકરી આપવાની પણ સરકાર સમક્ષ માગ કરી હતી.
Advertisement
Advertisement
અમને વિશ્વાસ છે કે ભાજપ પાટીદારોને 50 ટિકિટ આપશે-જેરામ વાંસજાળિયા
સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ વાંસજાળિયાએ ધ્રોલમાં મુખ્યમંત્રીનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નિવેદન આપતા કહ્યું હતું કે, આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પાટીદાર સમાજને 50 ટિકિટ આપશે. લોકશાહીમાં બધાને માગવાનો અને કહેવાનો અધિકાર છે. પાટીદાર સમાજને ગયા ઈલેકશનમાં 50 સીટ ભાજપે આપી હતી. આ વખતે 50 સીટ આપશે તેવી અમને અપેક્ષા છે અને અમે માગણી કરીશું.
‘પાટીદાર આંદોલન સમયે મૃત્યુ પામેલા યુવાનોના પરિવારજનોને સરકાર નોકરી આપે’
જેરામભાઈ વાંસજાળિયાએ કહ્યું હતું કે, પાટીદાર સમાજની રાજ્યમાં મોટી 6 સંસ્થાઓ છે. જેના દ્વારા પાટીદાર આંદોલન સમયે શહીદ થયેલા 14 યુવાનોને 20-20 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. તેઓના પરિવારજનોને સરકારમાં નોકરી મળે તે માટે પણ અમારી સરકાર સમક્ષ માગ છે.
Advertisement