Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ભાજપના થીમ સોંગને એક લાખ દસ હજારથી વધુ વ્યૂ મળ્યાં : CR પાટીલ

ભાજપના થીમ સોંગને એક લાખ દસ હજારથી વધુ વ્યૂ મળ્યાં : CR પાટીલ

0
64
  • વડાપ્રધાન મોદીએ પેજ કમિટી- મહાજનસંપર્ક અભિયાનને શુભકામના પાઠવી

  • પેજ કમિટી માત્ર ચૂંટણી પુરતી જ નહીં પરંતુ સરકારની વિવિધ યોજનાઓ જન જન સુધી પહોંચાડશે

ગાંધીનગર: ભાજપ ગુજરાત પ્રદેશ દ્વારા આરંભાયેલા પેજ કમિટી – મહાજનસંપર્ક અભિયાનને લોકસંર્પકના પ્રશંસનીય પ્રયાસને મળેલી સફળતા બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભકામના પાઠવતો સંદેશ પત્ર સૈ પેજ કમિટીના સભ્યોને મોકલ્યો છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનું થીમ સોંગ અને થીમ લોગો પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે લોન્ચ કરાયો હતો. ખૂબ જ ટૂંકા ગાળામાં સોશિયલ મીડીયાના ગીતોના જુદા જુદા વૈશ્વિક દસ પ્લેટફોર્મ પર થીમ સોંગને એક લાખ દસ હજારથી વધુ વ્યૂ મળ્યા છે. તે એક ઐતિહાસિક ઘટના છે.

આ અંગે સીઆર પાટીલે જણાવ્યું છે કે, પેજ કમિટીની રચનામાં સૌ કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇને વિવિધતાઓ સાથે સભ્યો બનાવ્યા તે બાબત પ્રેરણા આપનારી છે. દેશના ગુહ મંત્રી અમીત શાહ, રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ પેજ કમિટીના પ્રમુખ બનીને એક અભૂતપૂર્વ સંગઠનાત્મક કાર્ય કર્યું છે. આ પેજ કમિટી માત્ર ચુંટણી પુરતી જ નહીં પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર તેમ જ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વવાળી રાજય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓના લાભો જન જન સુધી પહોંચાડવા માટે ખૂબ જ ઉપયોગી થશે.

આ પણ વાંચો: અસદ્દદુદિન ઓવૈસી ફરી એકવાર ગુજરાત પ્રવાસે, 23 ફેબ્રુઆરીએ મોડાસા અને ગોધરાની મુલાકાત લઈ શકે

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી અંતર્ગત આવેલા લગભગ બે લાખ જેટલાં બાયોડેટામાં કાર્યકરે હું પેજ કમિટીનો અધ્યક્ષ છું તે વાત ગર્વપૂર્વક નોંધી હતી. તેનાથી જ પેજ કમિટીનું મહત્વ સમજાઇ જાય છે. પેજ કમિટીનું સંગઠનાત્મક પરિણામ ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે. તે બાબત આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામોમાં આપણે સૌએ અનુભવ્યું છે. હવે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પરિણામોમાં પણ તેની ઉપયોગીતા દેખાશે. ભાજપ સંગઠનનો ઉપયોગ કરીને પ્રધાનમંત્રીનો સંદેશો જન જન સુધી પહોંચાડશે

જયારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ભાજપ એ એવી પાર્ટી છે જે હરહંમેશ પ્રજાજનોની વચ્ચે રહી લોકકલ્યાણના કાર્યો સતત કરતી રહે છે અને પેજ કમિટી થકી સરકારનો પારદર્શી વહીવટ પ્રજા સુધી પહોંચે છે. જયારે દેશમાં અને રાજયમાં બીજા રાજકીય પક્ષો માત્ર ચુટંણી દરમિયાન જ દેખાય છે. સરકારની એક એક યોજના ગુજરાતની 6.30 કરોડની વસ્તીના એક એક ઘર સુધી પહોંચે તેની કાળજી ગુજરાત સરકાર ભાજપનું સંગઠન તેમ જ ભાજપની વિચારધારાને વરેલા દરેક કાર્યકર્તા લઇ રહ્યો છે. પેજ કમિટીની રચનામાં પક્ષના ઇન્ફર્મેશન ટેકનોલોજી, સોશિયલ મીડીઆ વિભાગનો અમૂલ્ય ફાળો રહ્યો છે. પેજ કમિટીની સંરચનાથી આશરે સવા બે કરોડ જેટલા મતદાતાઓનો રૂબરૂ સંપર્ક ભાજપે કર્યો છે.

શું લખ્યું વડાપ્રધાને ?

કોઇપણ વટવુક્ષ માટે બીજ અને મૂળિયાં જરૂરી બાબત છે તે જ રીતે કોઇપણ પક્ષ માટે સમર્પિત જમીની કાર્યકરએ પાયારૂપ મૂડી છે. કાર્યકર દ્વારા હાથ ધરવામાં આવતો જનસંપર્ક જનસેવામાં પરિણામે છે. પેજ કમિટી પ્રણાલી એ એકસૂત્ર માળા જેવી છે. જેમાં મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી, પ્રદેશ પ્રમુખ, વરિષ્ઠ કાર્યકરો, યુવાઓ, મહિલાઓ, ખેડૂતો, વેપારીઓથી માંડીને છેવાડાના શ્રમિક સુધીના તમામ વર્ગના સભ્યો જનસંપર્કમાં સરખા ભાગીદાર બને છે. 15 લાખ પેજ સમિતિ દ્વારા 2.25 કરોડ મતદારો સુધી પહોંચવાનું ભગીરથ કારય એક ટીપાથી સમુદ્ર ભરવા જેવું ધીરજ માંગી લે તેવું અભિયાન છે. લોકશાહીનો ધબકાર મતદાર છે. પેજ કમિટી-મહા જનસંપર્ક અભિયાન મતદારને મતદાન કરવા માટે પ્રોત્સાહન આપનારું છે. આ રીતે લોકશાહીના મૂલ્યોને સુદ્દઢ કરવામાં મહત્વનો ફાળો આપશે. લોકોની આકાંક્ષા-અપેક્ષાઓને સમજવી અને તેના પર ખરા ઉતરવું એ કર્મનિષ્ઠ અને સંવેદનશઈલ કાર્યકરની નૈતિક ફરજ બને છે.

આ પણ વાંચો: પોડિચેરીમાં કોંગ્રેસ સરકાર પર સંકટ, 22 ફેબ્રુઆરીએ ફ્લોર ટેસ્ટ કરવા LGનો આદેશ

તેમણે વધુમાં પત્રમાં લખ્યું છે કે, ગુજરાત અને ભાજપનો આરંભથી અતૂટ નાતો રહ્યો છે. ગુજરાતની જનતા જનાર્દને ભાજપ પર સદૈવ માતુત્વ નિસ્વાર્થ સ્નેહ વરસાવ્યો છે. ગુજરાત મક્કમ, ભાજપ અડીખમ એ માત્ર સૂત્ર જ નહીં ભાજપ-ગુજરાતના સંબંધની હ્દયની છબી છે. મને ખાતરી છે કે પરસ્પર વિશ્વાસની આ ગંગા નિરંતર વહેતી રહેશે. મહાનગરપાલિકા, પંચયાતી રાજની ચૂંટણીમાં પક્ષનું પ્રતિનિધિત્વ કરી રહેલાં તમામ ઉમેદવારો અને કાર્યકરોને લોકશાહીના આ પાવન પર્વ નિમિત્તે શુભકામના, સંકલ્પબધ્ધ સમાજ અને રાષ્ટ્ર નિર્માણની મશાલ સાથે આપણે સૈ ન્યુ ઇન્ડિયાની યાત્રામાં સહભાગી થઇએ.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat