Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > જસદણમાં ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષના સન્માન કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

જસદણમાં ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષના સન્માન કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

0
75

જસદણ ખાતે ભાજપના અભિવાદન સમારોહમાં સરકારની ગાઈડલાઈનનું ઉલ્લઘન જોવા મળ્યું હતું. આ કાર્યકર્મમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને ઘણા લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા. ઉપરાંત લોકો પણ સોશિયલ ડિસ્ટન્સિંગ ભુલ્યા હતા.

રાજયમાં કોરોનાના નિયમો માત્ર જનતા માટે જ હોય છે તેવું જોવા મળી રહ્યું છે. ભાજપના ઘણા નેતાઓ દ્વારા સરકારની ગાઈડલાઈનનું ઉલ્લઘન કરતા જોવા મળતા હોય છે. ત્યારે જસદણમાં પ્રદેશ પ્રમુખ ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ ડો.ભરત બોધરાનો અભિવાદન સમારોહ કાર્યકર્મ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને સોશિયલ ડિસ્ટન્સના ભંગ સહિત ઘણા લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા.

ભરત બોધરાના સ્વાગત માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. લોકો એકબીજા સાથે હાથ મિલાવ્યા હતા અને એક બીજાને ગળે ભેટ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે યોજાયેલ સરપંચ સંવાદ કાર્યક્રમમાં ઓન નિયમોના ઉડ્યા હતા ધજાગરા અને પછી નેતાઓ થયા છે કોરોના સંક્રમિત થયા હતા.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9