Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > પાક. ફેસ્ટ.માં થરૂરનું નિવેદન: ભાજપ હવે રાહુલ ગાંધીને ‘રાહુલ લાહોરી’ કહેશે

પાક. ફેસ્ટ.માં થરૂરનું નિવેદન: ભાજપ હવે રાહુલ ગાંધીને ‘રાહુલ લાહોરી’ કહેશે

0
93

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા શશી થરૂરે પાકિસ્તાનના મંચ પર આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ ભાજપના નેતાઓ શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું કે શશી થરૂરે લાહોર લિટ ફેસ્ટમાં જે કહ્યું, તે બધાએ સાંભળ્યું, પરંતુ તેના પર વિશ્વાસ નથી થઇ રહ્યું.

રવિવારે પ્રેસ કોન્ફ્રન્સમાં સંબિત પાત્રાએ જણાવ્યું કે કોંગ્રેસે ભારતની મસ્કરી કરી અને ખોટી રીતે દર્શાવવાનો પ્રયાસ કર્યો. શશિ થરૂર તબ્લીગી જમાતને લઇને સરકાર પર કટ્ટરતા અને પક્ષપાત કરવાની વાત પાકિસ્તાનમાં જઇને કહી રહ્યા છે. શું સોનિયા, રાહુલ, પ્રિયંકાએ ક્યારેય પાકિસ્તાનના પોતાના અલ્પસંખ્યકો પર કંઇક કહ્યુ? શું કોંગ્રેસ પાકિસ્તાનમાં ચૂંટણી લડવા માંગે છે?

ભાજપ નેતા સંબિત પાત્રાએ કટાક્ષ કરતા જણાવ્યું કે થરૂર ચિંતા ના કરો, રાહુલ ગાંધી પહેલા જ પાકિસ્તાન અને ચીનમાં હીરો બની ગયા છે.

આ પણ વાંચો: ધોરણ 1થી 8ના માસ પ્રમોશનને લઇને રાજ્ય શિક્ષણ વિભાગે કરી સ્પષ્ટતા

સંબિત પાત્રાએ જણાવ્યું કે કોવિડને લઇને સમગ્ર વિશ્વ જોઇ રહ્યુ છે કે ભારતને પીએમ મોદીએ કઇ રીતે સુરક્ષિત રાખ્યું, સમસસર લોકડાઉન થયું, કઇ રીતે 80 કરોડ લોકોને ભોજન પહોંચડવાનું કામ કરવામાં આવ્યું અને આગળ પણ છઠ્ઠ પુજા સુધી ચાલતુ રહેશે.

સંબિત પાત્રાએ જણાવ્યું કે નોર્થ ઈસ્ટને લઇને એ કહેવુ કે ત્યાંની સ્થિતિ સારી નથી. આ શું છે? ભારતના મુસલમાનો વિરુદ્ધ સરકાર કટ્ટરતા અને પક્ષપાત કરી રહી છે. રાહુલ ગાંધીના મિત્ર શશી થરૂર એવું કેવી રીતે કહ્યું? ખાસકરી જ્યારે પાકિસ્તાનમાં હિંદુ અને શિખો સાથે ખરાબ વર્તન થઇ રહ્યુ છે, આ બધુ જાણતા છતાંય એવું કહ્યું.

સંબિત પાત્રાએ જણાવ્યું કે કલમ 370 પર તો પી ચિદમ્બરમ ઇમરાન ખાનની જેમ જ બોલી રહ્યા છે. રાહુલ ગાંધીને ઇન્ડિયામાં ક્રેડિટ નથી મળી રહ્યું, મીડિયા અને લોકો પસંદ નથી કરી રહ્યા તો શું હવે રાહુલ પાકિસ્તાનથી ચૂંટણી લડશે? થરૂર શું પાકિસ્તાનમાં ચૂંટણી લડશે. હવે અમે ભાજપમાં રાહુલ ગાંધીને ‘રાહુલ લાહોરી’ કહીશ.