Gujarat Exclusive > દેશ-વિદેશ > રાફેલ ડીલમાં લાંચના આરોપો પર BJPનો કોંગ્રેસ પર પલટવાર, સંબિત પાત્રાએ કહ્યુ- ‘ભ્રષ્ટાચારનું સરનામુ- 10 જનપથ રોડ’

રાફેલ ડીલમાં લાંચના આરોપો પર BJPનો કોંગ્રેસ પર પલટવાર, સંબિત પાત્રાએ કહ્યુ- ‘ભ્રષ્ટાચારનું સરનામુ- 10 જનપથ રોડ’

0
57

નવી દિલ્હી: રાફેલ વિમાનોની સમજૂતિમાં લાંચ આપવાના રિપોર્ટ સામે આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)એ કહ્યુ કે આ ઘટના 2007 અને 2012 વચ્ચેની છે, જ્યારે કોંગ્રેસની સરકાર હતી. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદ કરીને કહ્યુ કે જે સુશેન ગુપ્તાનું નામ વચેટિયા તરીકે સામે આવ્યુ છે, તે કોઇ નવો ખેલાડી નથી, તેમણે કહ્યુ કે સુશેન ગુપ્તાનું નામ વીવીઆઇપી અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડમાં પણ કમીશન એજન્ટ તરીકે સામે આવ્યુ હતુ.

સંબિત પાત્રાએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યુ, “રાહુલ ગાંધી ભારતમાં નથી. ઇટાલીથી તે જવાબ આપે કે આટલા વર્ષો સુધી કોંગ્રેસે ભ્રમ ફેલાવવાનું કામ કર્યુ છે, આજે આ ખુલાસો થયો છે, તેમની જ સરકારે કાલખંડમાં આ કમીશનખોરી થઇ. આ ઘણુ દુખદ છે કે ભારતીય વાયુસેનાના ફાઇટર એરક્રાફ્ટની જરૂરત હતી અને 10 વર્ષ સુધી આ વિષયને પેન્ડિંગ રાખવામાં આવ્યો, સમજૂતિ કરી રહ્યા હતા અને હવે આપણે જાણી રહ્યા છીએ કે આટલા વર્ષો સુધી તે એરક્રાફ્ટને લઇને સમજૂતિ નહતા કરી રહ્યા પણ તે કમીશનને લઇને સમજૂતિ કરી રહ્યા હતા.

સંબિત પાત્રાએ કહ્યુ કે કોંગ્રેસના કાળમાં આપણે લડાકુ વિમાન ખરીદીની સમજૂતિને પુરી થતા જોઇ નથી પરંતુ હવે કમીશન લેવાની સમજૂતિ જોઇ રહ્યા છીએ, તેમણે કહ્યુ, ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે. આજે આ કહેવામાં અતિશયોક્તિ નથી કે INCનો અર્થ છે ‘આઇ નીડ કમીશન’. કમીશન વગર આ કઇ નથી કરતા. જ્યારથી કોંગ્રેસ છે, ત્યારથી કૌભાંડ થઇ રહ્યુ છે. યુપીએના કાળમાં દરેક ડીલની અંદર એક ડીલ હતી.

રાફેલ ડીલમાં 65 કરોડ રૂપિયાની કમીશનખોરીનો આરોપ

સંબિત પાત્રાએ કહ્યુ કે કોણ કહે છે કે ભ્રષ્ટાચારનું ઠેકાણુ નથી હોતુ, ભ્રષ્ટાચારનું એડ્રેસ છે- 10 જનપથ રોડ. તેમણે કહ્યુ કે કમીશન લઇને તમે ઇટાલી જતા રહ્યા અને ટ્વીટ કરો છો કે કોંગ્રેસના સાથીઓ લડતા રહો. કોંગ્રેસના આરોપો પર ભાજપના પ્રવક્તાએ કહ્યુ, સુપ્રીમ કોર્ટે આ વિષયની વિવેચના બાદ કેન્દ્ર સરકારને ક્લીનચિટ આપી હતી. આખા મુદ્દા પર CAGની પણ જે ટિપ્પણી રહી છે તે વર્તમાન સરકારે જે ડીલ કરી તે સારી છે. આર્ટિકલમાં સીબીઆઇના ઉલ્લેખ પર હું ટિપ્પણી નથી કરી શકતો.

આ પણ વાંચો: મલિકની મુંબઇ વિસ્ફોટના દોષીઓ સાથે લિંક, દાઉદના નજીકનાઓ પાસેથી જમીન ખરીદી- ફડણવીસ

ફ્રાંસીસી મેગેઝિન મીડિયા પાર્ટે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે ફ્રાંસીસી વિમાન નિર્માતા કંપની દસૉલ્ટ એવિએશને ભારત પાસે આ સોદો મેળવવામાં મદદ માટે એક વચેટીયાને ગુપ્ત રીતે 7.5 મિલિયન યુરો (આશરે 65 કરોડ રૂપિયા)ની ચુકવણી કરી હતી. દસૉલ્ટ કંપનીને આ લાંચની રકમ આપવામાં સક્ષમ બનાવવા માટે કથિત રીતે ફેક બિલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, દસૉલ્ટ એવિએશને 2007 અને 2012 વચ્ચે મોરેશિયસમાં વચેટીયાને લાંચ આપી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat