ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પહેલા ભાજપે મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દરમિયાન કહ્યુ કે, ભાજપનું સંકલ્પ પત્ર માત્ર ચૂંટણી વાયદાઓ નથી. જે કહેવુ તે કરવુ ભાજપની કાર્યપદ્ધતિ છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ હાજર રહ્યા હતા.
Advertisement
Advertisement
ભાજપે ચૂંટણી ઢંઢેરામાં કર્યા આ વાયદા
-
રાજ્યમાં દરેક જિલ્લામાં મેડિકલ કોલેજની સ્થાપના
-
મેડિકલ સીટોમાં 30 ટકાનો વધારો કરાશે
-
25 હજાર કરોડના ખર્ચે સિંચાઇ નેટવર્કનું વિસ્તરણ કરાશે
-
1 હજાર ઇ-બસોનો કાફલો ઉમેરાશે
-
5 વર્ષમાં મહિલાઓ માટે 1 લાખ સરકારી નોકરીનું નિર્માણ
-
ગુજરાત પોલીસની સ્પેશ્યલ મહિલા કમાન્ડો ફોર્સ બનાવાશે
-
1 હજાર કરોડથી વધુના ખર્ચે પોલીસ ફોર્સનું આધુનિકીકરણ કરીશું
-
ગૌશાળા અપગ્રેડ કરવા માટે 500 કરોડ ફાળવીશું
-
અંબાજીથી ઉમરગામ સુધી બિરસા મુંડા આદિજાતિ સમૃદ્ધિ કોરિડોર બનાવીશું
-
ગુજરાતને 1 ટ્રિલિયન ડૉલરની ઇકોનોમી બનાવીશું
-
મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ 10 હજાર કરોડના ખર્ચે આગામી 5 વર્ષમાં 20 હજાર શાળાઓને અપગ્રેડ કરીશું
-
ધોલેરામાં દેશનો પ્રથમ એવિએશન પાર્ક, વડોદરામાં ગુજરાતનું પ્રથમ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ બનાવીશું
-
દેશમાં 100% DBT હેઠળ તમામ સરકારી યોજનાઓને આવરી લેનારૂં ગુજરાતને પ્રથમ રાજ્ય બનાવીશું
-
સિવિલ એવિએશનમાં No.1 બનશે ગુજરાત, સૌથી વધુ સંખ્યામાં ડોમેસ્ટિક-ઈન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન કરીશું
-
સમગ્ર ગુજરાતને આવરી લેતો 4-6 લેનનો 3 હજાર કિમી લાંબો પરિક્રમા પથ બનાવીશું
-
FDI ક્ષેત્રે No.1નું સ્થાન, આગામી 5 વર્ષમાં ₹5 લાખ કરોડનું વિદેશી રોકાણ લાવીશું
-
ધોલેરા, ગિફ્ટસિટી આઇટી હબમાં વધુ રોકાણ અને રોજગારમાં વધારાનું વચન
-
મા કાર્ડ યોજનાનો લાભ વધુ લોકોને મળે એ માટે આવક મર્યાદામાં વધારો થશે.
-
પોલીસ, આરોગ્ય અને શિક્ષણ સહિતનાં ક્ષેત્રોમાં 1 લાખ નવી નોકઓ ઊભી કરાશે.
-
શહેરોમાં વધુ કલાક માટે પાણી મળે એેની વ્યવસ્થા કરાશે.
-
રાજ્યમાં સ્માર્ટ વિલેજ અને સ્માર્ટસિટી માટેના ફંડમાં વધારો.
-
શહેરોમાં નવી સ્કૂલો શરૂ કરાશે.
-
ઓર્ગેનિક ફાર્મિંગ કરતા ખેડૂતોને વધુ સહાય મળશે તથા તેમનો પાક સીધા માર્કેટમાં વેચી શકે એવી વ્યવસ્થા ઊભી કરીને વચેટિયામુક્ત વ્યવસ્થા ઊભી થશે.
-
માછીમારો માટે વધુ સુવિધા અને રાહતો જાહેર થશે.
-
હૉસ્પિટલોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પીપીપી મોડલ દ્વારા સુધારો થશે. સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની સંખ્યામાં વધારો થશે
Advertisement