Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > જમાલપુર-ખાડિયામાં બેઠક જીતવા ભાજપની રેલી, મોટી સંખ્યામાં લોકો જોડાયા

જમાલપુર-ખાડિયામાં બેઠક જીતવા ભાજપની રેલી, મોટી સંખ્યામાં લોકો જોડાયા

0
62

અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો ગઢ ગણાતા જમાલપુર-ખાડિયામાં ગાબડુ પાડવા માટે ભાજપ પ્રયાસ કરી રહ્યુ છે. જમાલપુર-ખાડિયા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીની એક મોટી રેલી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

AMCની વધુ બેઠક જીતવા ભાજપની મહેનત

ભારતીય જનતા પાર્ટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધુ બેઠકો કબજે કરવા માંગે છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી જીતવા માટે અંતિમ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. હવે ભાજપ કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારમાં ગાબડુ પાડી બેઠકો કબજે કરવા માંગે છે. જે અંતર્ગત જમાલપુર-ખાડિયા વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીએ એક રેલીનું આયોજન કર્યુ હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સમર્થન કર્યુ હતું.

મહત્વપૂર્ણ છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આ વખતે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. ભાજપ-કોંગ્રેસ સિવાય અસદુદ્દીન ઓવૈસીની AIMIM અને અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ ચૂંટણીમાં ઝંપલાવ્યુ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સેમિ ફાઇનલ જંગમાં ભારતીય જનતા પાર્ટી વધુમાં વધુ બેઠકો જીતી પોતાના પક્ષને મજબૂત કરવા માંગે છે.

આ પણ વાંચો: પહેલા મોદી, હવે દરેક ગુજરાતીઓની ‘ચા’ થી કોંગ્રેસ પાર્ટી નારાજ: ઈરાની

એક્ટિવાને ભાજપના રંગમાં રંગી

ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર નીકીબેન મોદીએ નવતર પ્રયોગ હાથ ધરતા પોતાની એક્ટિવાને ભાજપના રંગમાં રંગી નાખી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat