Gujarat Exclusive > રાજનીતિ > બંગાળની હિંસાનો વિરોધ ગુજરાતમાં: ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે પ્લેકાર્ડ લઇ મૌન દેખાવ કર્યા

બંગાળની હિંસાનો વિરોધ ગુજરાતમાં: ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે પ્લેકાર્ડ લઇ મૌન દેખાવ કર્યા

0
38

દેશભરમાં ભાજપનો તૃણમુલ કોંગ્રેસ સામે વિરોધ, બંગાળના રાજ્યપાલે પણ મમતાને શપથ સાથે આપી સલાહ

સુરત/કોલકાતાઃ પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરીણામો બાદ રાજ્યમાં ઘણા સ્થળે થયેલી હિંસોનો વિરોધ (BJP Protest against TMC)ગુજરાતમાં પણ શરુ થયો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આ અંગે બુધવારે સુરતમાં બેનર સાથે મૌન દેખાવો યોજ્યા હતા.

ભાજપનો આરોપ છે કે જીતના મદમાં છકી થઇ તૃણમુલ કોંગ્રેસના કાર્યકરોએ તેમના સભ્યોની હત્યા કરી ઘરોમામ અને પક્ષ કાર્યાલયોમાં ઘૂસી જઇ તોડફોડ કરી છે. આ અંગે પ્રમુખ પાટીલે ટીએમસી દ્વારા કરાયેલી આ હિંસા અને અત્યારોને નિંદનીય ગણાવ્યા.

આ પણ વાંચોઃ મમતા બેનરજી કેવી રીતે બનશે ધારાસભ્ય? ચૂંટણી પંચે પેટા ચૂંટણી પર અત્યારે લગાવી રોક

લોકતંત્રમાં બદલાની ભાવના બંધ કરો, જેવા પ્લેકાર્ડ

ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કેટલાક કાર્યકરો સાથે આજે ‘લોકતંત્રમાં બદલાની ભાવના બંધ કરો’, ‘શર્મ કરો મમતા શર્મ કરો ખૂની રાજનીતિ બંધ કરો’, ‘બંગાલ કે ખૂની ખેલે ચુપ હૈ કોંગ્રેસ વાલે’ સૂત્રોચ્ચારના પ્લેકાર્ડ લઇ દેખાવો (BJP Protest against TMC)યોજ્યા હતા.

સીઆર પાટીલે કહ્યું કે કોરોના મહામારીમાં એક માનવ બીજા માનવનો જીવ બચાવી રહ્યો છે ત્યારે બંગાળની ધરતી પર સત્તાધારી પક્ષે માનવતા નેવે મૂકી મોતનું તાંડવ શરુ કર્યું છે. જેની સામે ભાજપ ના કાર્યકરો કોરોના ની ગાઇડલાઈન ના દાયરામાં રહી આ મોત ના તાંડવ સામે પ્રતીકાત્મક વિરોધ કરી રહ્યા છે. ગુજરાત ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા બંગાળના કાર્યકર્તા પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરે છે. આજની આ મુશ્કેલ ઘડીમાં ભાજપનો પ્રત્યેક કાર્યકર્તા બંગાળના કાર્યકર્તાની પડખે ઊભો છે

કોંગ્રેસ પર પણ મૌન રહી રહેવાનો આરોપ

પાટીલે આ અંગે કોંગ્રેસ પર પણ મૌન રહી બધુ ચુપચાપ જોવાનો આરોપ મૂક્યો. સાથે કહ્યું કે તુણમુલ કોન્ગ્રેસ દ્વારા થઇ રહેલ આ લોહિયાળ હત્યાઓ અને હિંસક હુમલા બાબતે મૌન રહીને કોન્ગ્રેસ હિંસા સમર્થન આપે છે. કોન્ગ્રેસનું આ શર્મનાક મૌન લોકતંત્ર અને માનવતા માટે શરમજનક છે.

દરમિયાન કોલકાતામાં મમતા બેનરજીએ બુધવારે સતત ત્રીજી વખત મુખ્યમંત્રીનાં શપથ લીધા. ત્યારે રાજ્યપાલ જયદીપ ધનખડે સીએમ મમતાને શપથ અપાવવાની સાથે સાથે રાજ્યમાં હિંસા પર કાબુ મેળવવાની સલાહ આપી. રાજ્યપાલે કહ્યું કે,

“હું ત્રીજા કાર્યકાળ માટે મુખ્યમંત્રી મમતા બેનરજીને અભિનંદન આપું છું. આશા છે કે શાસન બંધારણ અને કાયદાના નિયમો મુજબ ચાલશે. અમારી પ્રાથમિક્તા આ લાગણીવિહોણી હિંસાનો અંત લાવવાની હશે. આશા છે કે મુખ્યમંત્રી કાયદાની શાસનને બહાલ કરવા માટે તાકિદે પગલાં લેશે. લોકતંત્ર માટે હિંસા યોગ્ય નથી.”

બીજી બાજુ ભાજપ સમગ્ર દેશમાં બંગાળની હિંસાનો વિરોધ (BJP Protest against TMC)કરી રહ્યો છે. જેમાં ધરણા પ્રદર્શન માટે કોલકાતા પહોંચેલા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાએ પણ મમતા બેનરજી પર નિશાન સાધ્યું હતું. નડ્ડાએ જણાવ્યું કે જેમ જેમ બંગાળના પરીણામો આવ્યા. તેમ-તેમ અહીં રાજકીય હિંસાનો તાંડવ જોવા મળ્યો. આ લડાઇ અમે નિર્ણાયક તબક્કે લડીશું. જે તસવીરો મેં જે ભાગલા વખતે જોઇ હતી, તે તાજા થતી દેખાઇ રહી હતી. જેમણે રક્ષણ કરવું જોઇએ, તેઓ જ હિંસાના તાંડવના જવાબદાર લોકો છે.

આ પણ વાંચોઃ ભાજપ નેતાનો જ ટોણોઃ અમિત શાહના પુત્ર પર આંગળી ચિંધી ત્યારે IPL રદ કરાઇ

અમે પણ શપથ લઇએ છીએ કે…..:  ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ

નડ્ડાએ વધુમાં જણાવ્યું કે

“આવા લોકો શપથ લે, લોકતંત્રમાં બધાને શપથ લેવાનો અધિકાર છે. પરંતુ અમે પણ શપથ લઇએ છીએ કે બંગાળની ધરતીથી રાજકીય હિંસા ખતમ કરીશું. વડાપ્રધાનના બંગાળને વિકાસની મુખ્યધારામાં લાવવાના સંકલ્પને અમે આગળ વધારીશું. વિકાસની એક નવી ગાથા અમે એક રચનાત્મક વિપક્ષની ભૂમિકા ભજવતા અદા કરીશું.”

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat