Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > જંગી જીત બાદ અમિત શાહે કહ્યું- ‘આ જીત આખા ભારતની છે’

જંગી જીત બાદ અમિત શાહે કહ્યું- ‘આ જીત આખા ભારતની છે’

0
310

દેશભરમાં બીજેપીએ જંગી જીત મેળવી છે તેવી જ રીતે ભાજપના અધ્યક્ષ અમિત શાહે પણ ગાંધીનગર લોકસભા સીટ પર સાડા પાંચ લાખથી વધારે વોટોથીં જંગી જીત મેળવી લીધી છે. જીત મેળવ્યા બાદ અમિત શાહે ટ્વિટ કરીને દેશવાસીઓને જીતની શુભેચ્છા પાઠવતા તેમને આ જીતને આખા ભારતની જીત ગણાવી હતી. અમિત શાહે જીત મળ્યા બાદ ખુશીમાં એક સામટા અનેક ટ્વિટ કરીને જનતા સહિત મોદીને શુભેચ્છાઓ પાઠવી હતી.

અમિત શાહે પોતાના ટ્વિટ હેન્ડલ પર ટ્વિટ કરીને કહ્યું કે, “આ આખા ભારતની જીત છે. દેશના યુવાનો, ગરીબો, ખેડૂતોની આશાઓની આ જીત છે. આ ભવ્ય જીત વડાપ્રધાન મોદીના પાંચ વર્ષના વિકાસ અને મજબૂત નેતૃત્વમાં જનતાના વિશ્વાસની જીત છે. હું ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકરો તરફથી શ્રી@narendramodi જીને હાર્દિક શુભેચ્છા પાઠવું છું.”

અન્ય એક ટ્વિટમાં અમિત શાહે લખ્યું છે કે, “જન-જનના વિશ્વાસ અને અભૂતપૂર્વ વિકાસની પ્રતિક ‘મોદી સરકાર’ બનાવવા માટે ભારતની જનતાને કોટી કોટી નમન. તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા.”

વધુ એક ટ્વિટમાં અમિત શાહે લખ્યું કે, “પોતાના અથાગ પરિશ્રમથી દેશના દરેક બૂથ પર ભાજપાને મજબૂત કરીને મોદી સરકાર બનાવનાર ભાજપાના કરોડો કર્મઠ કાર્યકર્તાઓને આ ઐતિહાસિક વિજયની હાર્દિક શુભેચ્છા.”