Gujarat Exclusive > રાજનીતિ > પશ્ચિમ બંગાળ ભાજપે મહિલા નેતાઓનું પોસ્ટર જાહેર કરી કહ્યું- ‘બુઆ નહીં બેટી ચાહીયે..!’

પશ્ચિમ બંગાળ ભાજપે મહિલા નેતાઓનું પોસ્ટર જાહેર કરી કહ્યું- ‘બુઆ નહીં બેટી ચાહીયે..!’

0
44

કોલકતા: ચૂંટણી તારીખોની જાહેરાત થવાની સાથે જ પશ્ચિમ બંગાળની જંગ હવે “બુઆ” અને “બેટી” પર આવી ગઈ છે. પશ્ચિમ બંગાળ ભાજપે મહિલા નેતાઓના પોસ્ટર શેર કરીને કહ્યું છે કે, બંગાળને “બુઆ” નહીં “બેટી” જોઈએ. જેના જવાબમાં તૃણમૂલ કોંગ્રેસે કહ્યું છે કે, બંગાળને પોતાની બેટી જ પસંદ છે. West Bengal Election 2021

ભાજપે પોતાના પોસ્ટરમાં પશ્ચિમ બંગાળથી પોતાની પાર્ટીની 9 મહિલા નેતાઓના ચહેરા સામેલ કર્યાં છે. જેમાં રુપા ગાંગુલી, દેબોશ્રી ચૌધરી, લૉકેટ ચેટર્જી, ભારતી ઘોષ અને અગ્નિમિત્ર પૉલ સામેલ છે. આ પોસ્ટરમાં ભાજપે લખ્યું છે કે, બંગાળને પોતાની ખુદની બેટી જોઈએ છે, પિશી નહીં. “પિશી” (ફોઈ) બંગાળી શબ્દ છે, જેનો અર્થ પિતૃપક્ષ માટે કરવામાં આવે છે. બીજી તરફ TMCએ તેના જવાબમાં કહ્યું કે, આ 9 મહિલા નેતાઓમાં ભાજપની મુખ્યમંત્રી કેન્ડીડેટ કોણ છે? તેનો જવાબ પણ આપે ભાજપ.West Bengal Election 2021

જણાવી દઈએ કે, અગાઉ TMCએ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી અભિયાનની શરૂઆત કરતાં “બંગાળને પોતાની બેટી જોઈએ”નો નારો આપ્યો હતો. જેના જવાબમાં ભાજપે પોતાની મહિલા નેતાઓનું પોસ્ટર શેર કર્યું છે. જો કે ભાજપ હજુ પણ મુખ્યમંત્રીના ચહેરાને લઈને ચૂપ છે. West Bengal Election 2021

ભાજપ તરફથી સતત કહેવામાં આવી રહ્યું છે કે, તેમનો મુખ્યમંત્રી ચહેરો બંગાળની ભૂમિ પરથી જ હશે. આમ છતાં ભાજપના મુખ્યમંત્રી ચહેરાને લઈને અનેક કયાસ લગાવવામાં આવી રહ્યાં છે. આજ મુદ્દે તૃણમૂલ કોંગ્રેસ પણ ભાજપ પર સવાલ ઉઠાવતી રહી છે.

► પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો કાર્યક્રમ West Bengal Election 2021
પશ્ચિમ બંગાળની 294 બેઠકો પર 8 તબક્કામાં ચૂંટણી યોજાશે.
પ્રથમ તબક્કામાં 27 માર્ચે 5 જિલ્લાની 30 વિધાનસભા બેઠકો પર
બીજા તબક્કામાં 1 એપ્રિલે 4 જિલ્લાની 30 વિધાનસભા બેઠકો પર
ત્રીજા તબક્કામાં 6 એપ્રિલે 31 વિધાનસભા બેઠકો પર
ચોથા તબક્કામાં 10 એપ્રિલે 5 જિલ્લાની 44 બેઠકો પર
પાંચમા તબક્કામાં 17 એપ્રિલે 6 જિલ્લાની 45 બેઠકો પર
છઠ્ઠા તબક્કામાં 22 એપ્રિલે 4 જિલ્લાની 43 બેઠકો પર
સાતમાં તબક્કામાં 26 એપ્રિલે 5 જિલ્લાની 36 બેઠકો પર
આંઠમાં તબક્કામાં 29 એપ્રિલે 4 જિલ્લાની 35 બેઠકો પર

આ પણ વાંચો:  ‘દુઆઓ મેં યાદ કરના…!’ કહીં અમદાવાદની મહિલાએ સાબરમતી નદીમાં લગાવી મોતની છલાંગ West Bengal Election 2021

ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભા ચૂંટણીમાં પણ અહીં 7 તબક્કામાં મતદાન સંપન્ન થયું હતું. પશ્ચિમ બંગાળ વિધાનસભાનો કાર્યકાળ 30 મે ના રોજ પૂરો થઈ રહ્યો છે. અહીં તૃણમૂલ કોંગ્રેસ છેલ્લા 10 વર્ષથી સત્તામાં છે. આ વખતે ભાજપ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ તેના માટે મોટો પડકાર બની રહી છે.

ભાજપ મુખ્યમંત્રી મમતા બેનર્જીને સત્તાથી બેદખલ કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે 211 બેઠકો પર જવલંત વિજય મેળવ્યો હતો .આ ચૂંટણીમાં ભાજપને માત્ર 3 બેઠકો જીતીને સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે કોંગ્રેસને 44 અને લેફ્ટ પાર્ટીને 26 બેઠકો મળી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat