આગામી સમયમાં યોજનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપે પ્રદેશ ચૂંટણી સમિતિની યાદી જાહેર કરી છે. આ નવા પાર્લામેન્ટરી બોર્ડમાં સીઆર પાટીલ, સીએમ રુપાણી અને નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે, ભાજપના પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણીની બાદબાકી કરવામાં આવી છે. આ ઉપરાંત આરસી ફળદુ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિમાં કુલ 13 સભ્યો છે. આ ઉપરાંત મંગુભાઈ પટેલ અને શંભુ પ્રસાદ ટુંડિયાની પણ બાદબાકી કરવામાં આવી છે.
ભાજપા પ્રદેશ પ્રમુખ શ્રી @CRPaatil દ્વારા આજરોજ પ્રદેશ ચૂંટણી સમિતિ (પાર્લામેન્ટરી બોર્ડ) ના સભ્યોના નામોની જાહેરાત કરવામાં આવી છે, જેઓના નામની યાદી નીચે મુજબ છે.#PressNote pic.twitter.com/DPcBK2kg0K
— BJP Gujarat (@BJP4Gujarat) January 21, 2021