Gujarat Exclusive > ગુજરાત > અમદાવાદમાં ભાજપ કાર્યાલયે વિજય ઉત્સવની તૈયારી, CR પાટીલ-અમિત શાહ આપશે હાજરી

અમદાવાદમાં ભાજપ કાર્યાલયે વિજય ઉત્સવની તૈયારી, CR પાટીલ-અમિત શાહ આપશે હાજરી

0
52

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ વિજયની તૈયારી શરૂ કરી છે. શરૂઆતના વલણોમાં તમામ મહાનગરપાલિકામાં ભાજપ આગળ રહેતા જીતની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સાંજે સાત વાગ્યે ખાનપુરમાં ભાજપ કાર્યાલયમાં વિજય સભાનું આયોજન કરવામાં આવ્યુ છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં વિજય ઉત્સવ મનાવવામાં આવશે.સીઆર પાટીલની સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આવી શકે છે અને જે રીતે જીત થઇ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજરી આપી શકે છે.

અમદાવાદમાં 12 વાગ્યા સુધી ચૂંટણીનો ટ્રેડ

અમદાવાદમાં 12 વાગ્યા સુધી 192માંથી 98 બેઠકનું વલણ સામે આવી ગયુ છે. જેમાં 81 બેઠક પર ભાજપ આગળ ચાલી રહી છે જ્યારે કોંગ્રેસ 15 બેઠક અને અન્ય 2 બેઠક પર આગળ છે. અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીના અનેક વોર્ડમાં આખી પેનલ વિજયી બની છે.

ભાજપ કાર્યાલય બહાર પોલીસ બંદોબસ્ત

ભાજપ કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોરોના મહામારી તેમજ વિરોધને પગલે અમદાવાદના ખાનપુર ભાજપ કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

CR પાટીલના ગઢમાં ગાબડુ

ગુજરાતના પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલના ગઢ ગણાતા સુરતમાં ભાજપની બેઠકો ઓછી થઇ છે. આમ આદમી પાર્ટીએ મજબૂત દાવો ઠોકી સારૂ પ્રદર્શન કર્યુ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat