Gujarat Exclusive > રાજનીતિ > ભાજપની TikTok સ્ટાર સોનાલી ફોગાટ લોકો પર ભડકી, વિવાદ વકરતા માંગી માફી

ભાજપની TikTok સ્ટાર સોનાલી ફોગાટ લોકો પર ભડકી, વિવાદ વકરતા માંગી માફી

0
403

પંચકૂલા: હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ટિકટૉક ઉમેદવાર તરીકે ચર્ચામાં રહેના સોનાલી ફોગાટે “ભારત માતા કી જય” અંગે આપેલા પોતાના નિવેદન બદલ માફી માંગી છે. સોનાલી ફોગાટે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, તે માત્ર એવા યુવાઓને એવું સમજાવવા માંગતી હતી કે, દેશના સમ્માનમાં ભારત માતાની જય બોલવું જોઈએ. જો કે કોઈને મારી આ વાતથી દુ:ખ પહોંચ્યું હોય, તો હું માફી માંગુ છું.

કેમ થયો વિવાદ
ભાજપની ટિકિટ પર હરિયાણાની આદમપુર બેઠક પરથી ચૂંટણી લડી રહેલી સોનાલી ફોગાટે મંગળવારે બાલસમંદમાં એક ચૂંટણી જનસભાને સંબોધિત કરતા લોકોને “ભારત માતા કી જય” બોલવા જણાવ્યું. જ્યાકે કેટલાક લોકોએ આવું ના કરતાં સોનાલી ભડકી હતી અને તેમને પૂછ્યું હતું કે, શું તેઓ પાકિસ્તાનથી આવ્યા છે? આટલું જ નહી, સોનાલી ફોગાટે વધુમાં જણાવ્યું કે, જે “ભારત માતા કી જય” નથી બોલી શકતા, તેમનો મત કોઈ કામનો નથી.

વીડિયો શેર કરી માંગી માફી
સોનાલી ફોગાટના આ નિવેદન પર વિવાદ વકરતા તેણે માફી માંગી છે. સોનાલીએ વીડિયો શેર કરીને પોતાના નિવેદન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. ફોગાટે જણાવ્યું કે, હું બાલસમંદ ગામની દીકરી છું. આ સભા દરમિયાન જ્યારે મેં “ભારત માતા કી જય” કહ્યું, ત્યારે ત્યાં ઉપસ્થિત કેટલાક લોકો “ભારત માતા કી જય” નહતા બોલ્યા. મેં જણાવ્યું કે, શું તમે પાકિસ્તાનમાંથી આવ્યા છો? જો આવું કહેવા પર કોઈની લાગણી દુભાઈ હોય તો, હું માફી માંગુ છું.

અગાઉ સોનાલી ફોગાટે જણાવ્યું કે, મે જે કહ્યું તેનો અર્થ માત્ર યુવાનોને સમજાવવાનો હતો. હું મારા ભાઈઓને બતાવવા માંગતી હતી કે, દેશના સમ્માનમાં ભારત માતા કી જય બોલવું જોઈએ.

જણાવી દઈએ કે, સોનાલી ફોગાટ TikTok પર ખૂબ જ જાણીતી છે. ભાજપના ઉમેદવાર તરીકે સોનાલીના નામની જાહેરાત થતાં જ TikTok પર તેના વીડિયો ખુબ જ વાયરલ થયા છે. આ દરમિયાન તેની સાથે આ વિવાદ પણ જોડાઈ ગયો છે, જે અંગે સોનાલીએ માફી માંગી છે.

સલમાન ખુર્શીદે કોંગ્રેસનું ભવિષ્ય ભાખ્યુ, વિધાનસભા ચૂંટણીઓમાં પાર્ટીની હાર નિશ્ચિત