Gujarat Exclusive > The Exclusive > અમિત શાહ પહોંચ્યા ચેન્નાઇઃ બિહાર, બંગાળ બાદ ભાજપ ચાણક્યની નજર તામિલનાડુ પર

અમિત શાહ પહોંચ્યા ચેન્નાઇઃ બિહાર, બંગાળ બાદ ભાજપ ચાણક્યની નજર તામિલનાડુ પર

0
45
  • NDAના સાથી પક્ષ AIDMK સાથે મતભેદ વચ્ચે શાહ બે દિવસના ચેન્નાઇ પ્રવાસે
  • શાહ કરુણાનિધિના મોટા પુત્ર અલાગિરિ અને સુપર સ્ટાર રજનીકાંતને મળશે

ચેન્નાઇઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નિવારે તામિલનાડુ (Amit Shah in Chennai)ના બે દિવસીય પ્રવાસે ચેન્નાઇ પહોંચી ગયા. ભાજપ ચાણક્યની નજર બિહાર, બંગાળ બાદ અને તામિલનાડુ પર ઠરી છે. કારણ કે બંગાળની સાથે 6 મહિનામાં તામિલનાડુમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે.

ચૂંટણી પહેલા ભાજપના શાસક પક્ષ AIADMK (અન્નાદ્રમુક) વચ્ચે મતભેદોના અહેવાલના સમયે અમિત શાહનો આ પ્રવાસ (Amit Shah in Chennai) બહુ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. જેમાં તેઓ CM, Dy.CMને તો મળવાના જ છે.

આ પણ વાંચોઃબંગાળમાં ‘મતુઆ’ સમુદાયને રિઝવવવા માટે શા માટે Mamata-Shahમાં હોડ?

પ્રોટોકોલ તોડી અમિત શાહ પગપાળા એરપોર્ટથી રોડ પર ગયા

ચેન્નાઇ હવાઇ મથકે CM પલાનીસ્વામી, ઉપ મુખ્યમંત્રી ઓ. પન્નીરસેલ્વમ સહિત ભાજપ પ્રદેશ પ્રદેશ પ્રમુખ એલ મુરુગને શાહનું ભવ્ય સ્વાગત (Amit Shah in Chennai) કર્યું હતું. એરપોર્ટની બહાર ઉભા રહેલા પોતાના સમર્થકોનું અભિવાદન કરતા અમિત શાહ પ્રોટોકોલનું ભંગ કરી ચાલતા-ચાલતા રોડ પર આવી ગયા હતા.

સાથે DMKના દિવંગત નેતા કરુણાનિધિના પુત્ર અલાગિરી અને સુપર સ્ટાર રજનીકાંતને પણ મળશે. જેના લીધે રાજ્યમાં નવા સમીકરણો રચાવા મામલે અત્યારથી અટકળો થવા લાગી છે.

અમિત શાહ બે આગામી વર્ષે તામિલનાડુમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની પૂર્વ તૈયારી માટે બે દિવસ (Amit Shah in Chennai)અહીં આવ્યા છે. જેમાં તેઓ સ્થાનિક નેતાઓ સાથે રણનીતિની ચર્ચા કરશે અને ભાજપ કાર્યકરોને સંબોધન કરશે.

આ પણ વાંચોઃ નીતિશ કુમારના 14માંથી 6 મંત્રીઓ વિરૂદ્ધ દાખલ છે ગંભીર ગુનાહિત કેસ

શાહ જળાશયનું ઉદઘાટન અને મેટ્રો પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે

શાહ તદઉપરાંત ચેન્નાઇના એક નવા જળાશયનું ઉદઘાટન કરશે અને ચેન્નાઇ મેટ્રોના બીજા તબક્કાના આશરે 67 હજાર કરોડ રુપિયાના પ્રોજેક્ટનું શિલાન્યાસ પણ કરશે. શાહનો આ પ્રવાસ ઘણા મુદ્દે NDAના સાથી અને રાજ્યમાં શાસક પક્ષ AIADMK સાથે મતભેદ થોડા વધ્યા દેખાઇ રહ્યા છે.

બંને પક્ષ વચ્ચે મતભેદ શા માટે છે? Amit Shah in Chennai

તાજેતરમાં ભાજપ અને અન્નાદ્રમુક વચ્ચે વેલિ વેલ યાત્રા અને એમજી રામચંદ્રનની તસવીરોના ઉપયોગને લીધે મતભેદો સર્જાયા હોવાના અહેવાલ છે. ભાજપની 6 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી તામિલનાડુમાં વેત્રિ વેલ યાત્રા કાઢવાની યોજના હતી.

પરંતુ NDAના સાથી અને રાજ્યના શાસક પક્ષ અન્નાદ્રમુકે કોરોનાને ધ્યાનમાં રાખી યાત્રા યોજવાની પરવાનગી આપી નહીં. જેની સામે ભાજપે આરોપ મૂક્યો કે કેટલાક પક્ષોના હિન્દુ વિરોધી એજન્ડાને કારણે તેની વાર્ષિક યાત્રાને રોકવામાં આવી રહી છે.

વેત્રિ વેલ યાત્રા ભગવાન મુરુગાના સન્માનમાં રાજ્યભરમાં નીકળનારી શોભા યાત્રા હતી. જે ખરેખર તો ભાજપનું તામલિનાડુમાં શક્તિપ્રદર્શન દર્શાવવા માટેની હોવાનું રાજકીય વર્તુળોમાં મનાતુ હતું.

રાજ્યમાં જયલલિતા અને કરુણાનિધિના નિધન બાદ પ્રથમ ચૂંટણી

તામિલનાડુમાં 6 મહિના બાદ આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જે પૂર્વ મૂક્યમંત્રી અને DMKના સ્થાપક નેતા કરુણાનિધિની નિધન બાદ પ્રથમ ચૂંટણી છે. યાત્રા રદ કરાતા ભાજપે પોતાના ચૂંટણી પ્રચારના વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે AIADMKના સ્થાપક એમજી રામચંદ્રનના ચેહરાનો ઉપયોગ કર્યો. જેના કારણે અન્નાદ્રમુક નારાજ થયો છે.

આ પણ વાંચોઃ સિબ્બલની ટિપ્પણી પર કોંગ્રેસમાં ડખ્ખા, કોઈએ કરી તરફેણ, તો કોઈનો વિરોધ

શાહની યોજનાઓથી નવા સમીકરણોની અટકળો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચેન્નાઇ પ્રવાસમાં પૂર્વ સીએમ અને દ્રમુક સ્થાપક કરુણાનિધિના મોટા પુત્ર એમ અલાગિરિને પણ મળવાના છે. હાલમાં ભાજપનો સાથી પક્ષ અન્નાદ્રમુકના છે.

શાહ (Amit Shah in Chennai)ચાણક્ય હરિફ જૂથના બીજા જૂથ KDMKના નેતા અલાગિરિને મળવાના હોવાથી રાજકીય અટકળો થવા લાગી છે. તદઉપરાંત શાહ તામિલનાડુમાં ફિલ્મોમાંથી રાજકારણમાં આવવા માગતા રજનીકાંતને પણ મળવાના છે.

જેથી ચર્ચાઓએ જોર પકડ્યું છે. અન્નાદ્રમુકમાં ઉપેક્ષા થતાં અલાગિરિએ અલગ પક્ષની રચના કરી છે. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપ કલેનાર ડીએમકે પાર્ટી સાથે મળી ચૂંટણી લડી શકે છે.

DMKના નુકસાનમાં પણ ભાજપને ફાયદો

સ્થાનિક રાજકીય પંડિતોનું માનવું છે કે કેડીએમકી સાથે હાથ મિલાવવાથી ભાજપને ફાયદો થાય કે ન થાય પરંતુ મુખ્ય વિપક્ષ ડીએમકેને નુકસાન જરુર પહોંચશે. જો કે ડીએમકેના નુકસાનમાં પણ ભાજપને પોતાનો ફાયદો જ દેખાઇ રહ્યો છે.

કારણ કે તેનાથી તેના સાથી પક્ષ અન્નાદ્રમુકને મદદ મળશે. કારણ કે તામિલનાડુમાં ભાજપનો કોઇ જનાધાર નથી. તેથી દ્રવિડ પાર્ટીને સાથે રાખી ભાજપ રાજ્યમાં પોતાનું વર્ચસ્વ વધારવાની આશા રાખી રહ્યો છે.

આ પણ વાંચોઃ ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસમાં કકળાટ, કપિલ સિબ્બલ બાદ ચિદમ્બરમે પણ ઉઠાવ્યા સવાલ

તામિલનાડુમાં 232 સભ્યોના ગૃહની સ્થિતિ

તામિલનાડુમાં 2016માં 232 બેઠકો માટે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં AIADMKને 134 બેઠકો મળી હતી. જ્યારે DMKએ 89 સીટો કબજે કરી હતી. ભાજપને એક પણ બેઠક મળી નહતી. Amit Shah in Chennai

પરંતુ તેને 2.86 ટકા વોટ મળ્યા હતા. જેને વધારવાની ભાજપની યોજના છે. પરિણામે ભાજપ રાજ્યમાં પોતાની હાજરી નોંધાવવા માટે દરેક ઉપાયો અજમાવી રહ્યો છે. જેમાં સાથી પક્ષ સાથે ભાથ ભીડવાથી પણ બચી રહ્યો નથી.

છેલ્લા 4 વર્ષોમાં ભાજપે આની તૈયારી કરી છે. જેના ભાગ રુપે દરેક ટીવી ડિબેટમાં તેનો એક નેતા જરુર હાજર હોય છે.