Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી રાખવા પર ભાજપના સાંસદની સલાહ

સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી રાખવા પર ભાજપના સાંસદની સલાહ

0
54

ગુજરાત સરકાર નરેન્દ્ર મોદીનું નામ પાછું ખેંચે અને કહે PMની સલાહ નથી લીધી BJP MP Subramanian Swamy

અમદાવાદ/નવી દિલ્હી: વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ ‘મોટેરા’નું નામ બદલી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. તેના પર વિપક્ષી પક્ષો તો નિશાન સાધી રહ્યા હતા, ત્યારે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ટ નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એક સલાહ આપી છે. સ્વામીએ જણાવ્યું કે ગુજરાત સરકારને નરેન્દ્ર મોદી નામ પરત ખેંચી લેવું જોઇએ અને કહેવુ જોઇએ કે આવું કરતા પહેલા PMની સલાહ લેવામાં નથી આવી. BJP MP Subramanian Swamy

સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને લખ્યું કે,

“ગુજરાતના જમાઈ તરીકે રાજ્યના ઘણાં લોકોએ મને સ્ટેડિયમમાંથી સરદાર પટેલનું નામ હટાવવા અંગે જણાવ્યું. મારી સલાહ છે કે ગુજરાત સરકારને ભૂલ સુધારવી જોઇએ અને નરેન્દ્ર મોદીનું નામ પરત લેવું જોઇએ. તેમને આવું કરતા કહેવું જોઇએ કે નામ બદલતા સમયે નરેન્દ્ર મોદીની સલાહ લેવામાં ના આવી, તેથી તેને નામ હટાવવામાં આવે છે.”

આ પ્રથમ વખત નથી જ્યારે સ્ટેડિયમ પર સુબ્રમણ્યમ સ્વામીએ કોઈ નિવેન આપ્યું હોય. અગાઉ સ્વામીએ નામ બદલવાને લઇ એક કટાક્ષ કર્યો હતો. સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમને માત્ર મોટેરા સ્ટેડિયમ કહેવા પર તેમણે જણાવ્યું કે આવું કહેવું ખોટું છે. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને જણાવ્યું કે જ્યારે કોઈ કહે છે કે મોદી સ્ટેડિયમનું જૂનુ નામ મોટેરા સ્ટેડિયમ હતુ, તો તેઓ ખોટું બોલે છે. શું સરદાર પટેલ સ્ટેડિયમ નામ ના હતુ? BJP MP Subramanian Swamy

આ પણ વાંચો: પાડાના વાંકે પખાલીને ડામ : 1200 રૂપિયાની હેલ્મેટ ગુમ થવાનો મુદ્દો ઊભો થતાં પોલીસે દંડ માફ કર્યો

અમદાવાદના સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમનું નવિનિકરણ થયુ અને 1.32 લાખ લોકોના બેસવાની ક્ષમતાવાળું સ્ટેડિયમ તૈયાર કરાયું. નવનિર્માણ પછી તેનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવામાં આવ્યું. નવા નામકરણ પછીથી સરકારની ટીકા થઇ રહી છે, પરંતુ રાજ્ય સરકારે તેના પર પોતાનો પક્ષ રાખતા જણાવ્યું કે સરદાર પટેલના નામે સ્પોર્ટ્સ એન્કલેવ બની રહ્યું છે. આ એન્ક્લેવ હેઠળ જ સ્ટેડિયમ હશે, જે તેનું એક ભાગ છે. સ્પોર્ટ્સ એન્ક્લેવમાં ફુટબોલ, હોકી સહિત તમામ રમત માટે વ્યવસ્થા કરવામાં આવશે. BJP MP Subramanian Swamy

ઉલ્લેખનીય છે કે સુબ્રમણ્યમ સ્વામી ભાજપના નેતૃત્વથી નારાજ ચાલી રહ્યા છે. ભલે તેઓ ખુલ્લેઆમ પોતાનો અભિયપ્રાય નથી રાખતા, પરંતુ ઇશારામાં તેઓ હંમેશા કટાક્ષ કરતા રહે છે. ખેડૂત આંદોલનને લઇ સરકારથી ઉલટ પોતાનો અભિપ્રાય રાખ્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat