Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > BJP સાંસદનું અટપટુ નિવેદન, સંસદમાં કહ્યુ- GDPને બાઈબલ, રામાયણ કે મહાભારત માની લેવું સત્ય નથી

BJP સાંસદનું અટપટુ નિવેદન, સંસદમાં કહ્યુ- GDPને બાઈબલ, રામાયણ કે મહાભારત માની લેવું સત્ય નથી

0
150

દેશની GDP નાણાકીય વર્ષ 2019-20ના બીજા ક્વાર્ટરમાં ઘટાડો થઈને 4.5 ટકા પહોંચી ગઈ છે, જે બાદ મોદી સરકાર વિપક્ષ અને સામાન્ય લોકોના નિશાના પર છે. સામાન્ય લોકો સોશિયલ મીડિયા પર પોત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. બીજી તરફ વિપક્ષે સાંસદમાં સરકારને ઘેરી છે. આ વચ્ચે BJP સાંસદ નિશિકાંત દુબેએ GDP ને લઈને અટપટું નિવેદન આપ્યુ છે.

BJP સાંસદે લોકસભામાં ચર્ચા દરમિયાન જણાવ્યુ કે, GDP 1934માં આવી, અગાઉ GDP જેવું કંઈ ન હતું. GDPને બાઈબલ, રામાયણ કે મહાભારત માની લેવું અને ભવિષ્યમાં પણ GDPનો વધુ પડતો ઉપયોગ નહી થાય. આજની નવી થિયરી છે કે, સસ્ટેનેબલ ઈકોનોમિક વેલફેર સામાન્ય લોકોનું થઈ રહ્યુ છે કે નથી થઈ રહ્યું. GDP કરતા વધારે મહત્વપૂર્ણ છે કે, સ્થાયી વિકાસ થઈ રહ્યો છે કે, નથી થઈ રહ્યો.

BJP સાંસદ નિશિકાંત દૂબેનું આ નિવેદન લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા અધિર રંજન ચૌધરીના GDP અને અર્થવ્યવસ્થા પર પ્રશ્ન ઉભા કર્યા બાદ આપ્યો છે. BJP સાંસદના આ નિવેદન પર સોશિયલ મીડિયા પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.

બીજા ક્વાર્ટરમાં GDPમાં 6 વર્ષના તળિયે

વસ્તુ ઉત્પાદન, કૃષિ અને ખાણકામમાં ઘટાડો થવાથી GDP વૃદ્ધિદર પર અસર થઈ છે. બીજા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિદર 4.5 ટકા થઈ ગઈ છે. સતત પાંચમો ક્વાર્ટરમાં ઘટાડો થયો છે અને 6 વર્ષોમાં સૌથી ઓછું GDP વૃદ્ધિદર છે. 2018-19ના બીજા ક્વાર્ટરમાં વૃદ્ધિદર 7 ટકા રહ્યુ હતુ.

વૃદ્ધિ દર ક્રમિક આધાર પર 2019-20ના પ્રથમ ક્વાર્ટરના 5 ટકાથી ઓછું થયું છે, 2018-19ના ચોથા ક્વાર્ટરમાં 5.8 હતો અને 2018-19ના ત્રીજા ક્વાર્ટરમાં 6.6 ટકા રહ્યું હતું. વર્તમાનમાં દેશની અર્થવ્યવસ્થા પર ભારે ભરખમ GST રેટ, કૃષિ સંકટ, વેતનમાં ઘટાડો અને રોકડમાં ઘટાડાના કારણે દેશને મંદીનો સામનો કરવો પડી રહ્યો છે.

અર્થશાસ્ત્રીઓ માંગમાં ઘટાડાને મંદી તરીકે જોઈ રહ્યા છે. જે GDP વિકાસ દરમાં સતત ઘટાડોનું પ્રમુખ કારણ છે. તેના પરિણામ સ્વરૂપ ઓટોમોબાઈલ, બેંક, કંઝ્યૂમર ડ્યૂરેબલ્સ, FMCG અને રિયલ એસ્ટેટ સહિત બધા જ પ્રમુખ સેક્ટરોમાં મંદી જોવા મળી રહી છે.

NRC મુદ્દે અમિત શાહનું મોટું નિવેદન, ઘુસણખોરોને બહાર કરવા આપી ડેડલાઈન