Gujarat Exclusive > રાજનીતિ > બંગાળમાં ચૂંટણી પરીણામ બાદ હિંસા અંગે ભાજપ સાંસદની તૃણમુલ કાર્યકરોને ખુલ્લી ધમકી

બંગાળમાં ચૂંટણી પરીણામ બાદ હિંસા અંગે ભાજપ સાંસદની તૃણમુલ કાર્યકરોને ખુલ્લી ધમકી

0
52
  • પ્રવેશ સિંહ વર્માની ટ્વીટઃ તૃણમુલ સાંસદ યાદ રાખે- CM અને ત્યાંના ધારાસભ્યોને પણ દિલ્હી આવવાનું છે
  • કૈલાશ વિજય વર્ગીયનો દાવોઃ બંગાળની હિસામાં 4 ભાજપ કાર્યકરોની હત્યા થઇ, 4000થઈ વધુ ઘરોને નિસાન બનાવાયા

નવી દિલ્હી/કોલકાતાઃ બંગાળમાં ચૂંટણી પરીણામો બાદ થયેલી હિંસાને પગલે ભાજપ સાંસદે રીતસર ધમકી(BJP MP Pravesh Singh threat)આપી દીધી. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્માના પુત્ર અને ભાજપ સાંસદ પ્રવેશ સિંહ વર્માએ ટ્વીટર પર ટીએમસીને ધમકી આપવાના સ્વરમાં તૃણમુલ કોંગ્રેસને યાદ દેવડાવ્યું કે તેમના મુખ્યમંત્રી અને ધારાસભ્યોને પણ દિલ્હી આવવાનું છે, તે યાદ રાખે. આ ચેતવણી છે.

નોંધનીય છે કે બંગાળમાં મતગણતરી બાદથી જ ઘણી જગ્યાએથી હિંસાના અહેવાલ આવ્યા. જેના માટે ભાજપે તૃણમુલ કોંગ્રેસને જવાબદાર ઠેરવી. તેનો આરોપ છે કે ભાજપના કાર્યકરોની હત્યા કરવામાં આવી રહી છે. ઓફિસ કાર્યાલયો પર અને કાર્યકરોની ઘરોમાં હુમલા કરવામાં આવી રહ્યા છે. બંગાળની હિંસાના પડઘા હવે રાજધાની દિલ્હીમાં પણ પડવા લાગ્યા.

ભાજપ સાંસદ પ્રવેશ સિંહ વર્માએ લખ્યું (BJP MP Pravesh Singh threat)કે ટીએમસીના ગુંડા બંગાળમાં જીત બાદથી જ ભાજપ કાર્યકરોને નિશાન બનાવી રહ્યા છે. ચૂંટણીમાં હાર-જીત થાય છે, હત્યા નહીં. તૃણમુલ કોંગ્રેસના સાંસદ યાદ રાખે, મુખ્યમંત્રી અને ત્યાંના ધારાસભ્યોને પણ દિલ્હી આવવાનું છે. આને ચેતવણી સમજે.

BJP MP Tweet

BJP MP Tweet

પ્રવેશ સિંહે કહ્યું કે ટીએમસીની ગુંડા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદથી જ અમારા કાર્યકરોની હત્યા કરી રહ્યા છે. તેમના વાહન તોડી રહ્યા છે. ભાજપ કાર્યકરોના ઘરોમાં આગ ચાંપી રહ્યા છે. અગાઉ ભાજપના બંગાળ પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે પણ આરોપ મૂક્યો હતો કે બંગાળમાં મતગણતરી બાદ તેમના કાર્યકરો સામે ટીએમસી દ્વારા પ્રાયોજિત હિંસા થઇ રહી છે. BJP MP Pravesh Singh threat

વિજયવર્ગીય અત્યારે બંગાળમાં જ છે. તેમણ કહ્યું કે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા પક્ષના કાર્યકરો સાથે એકજૂટતા જાહેર કરવા માટે આજે બંગાળ આવશે. વિજય વર્ગીયે બંગાળની તાજેતરની હિંસામાં ભાજપના ચાર કાર્યકરોની હત્યા થઇ હોવાનો દાવો કર્યો છે. જ્યારે 4000થી વધુ ઘરોને નુકસાન પહોંચાડવામાં આવ્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat