Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ભાજપના ભૂતપૂર્વ સાંસદના પતિને તલાટી દ્વારા ફટકારવામાં આવી નોટિસ

ભાજપના ભૂતપૂર્વ સાંસદના પતિને તલાટી દ્વારા ફટકારવામાં આવી નોટિસ

0
116

ભરતભાઈ ઠક્કરને બાજવા ગામમાં ગેરકાયદેસર બાંધકામ બદલ ફટકારાઈ નોટિસ 

વડોદરાઃ લાગે છે કે વિવાદો ભાજપના નેતાઓનો પીછો છોડવાનું નામ લેતા નથી. કાંતિ ગામિતને લઈને હડકંપ મચ્યો છે અને છેક હાઈકોર્ટ સુધી વાત ગઈ છે તેની સાથે વડોદરાના ભાજપના ભૂતપૂર્વ સાંસદ (BJP MP news)જયાબેન ઠક્કરના પતિ ભરતભાઈ ઠક્કરને તલાટી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.

ભરતભાઈ ઠક્કરે બાજવા ગામમાં ગેરકાયદેસર બાંધકામ કરતા ગામના તલાટીએ નોટિસ ફટકારી છે. ભરત ઠક્કરે બાજવાના ગાંધી રોડ પર મંજૂરી વગર દુકાનોનું બાંધકામ શરૂ કર્યુ હતું. BJP MP news

આ પણ વાંચોઃ રાજ્યનો ગૃહ વિભાગ સૌથી વધારે ભ્રષ્ટ, એસીબીએ ભ્રષ્ટાચારના સૌથી વધુ 52 કેસ નોંધ્યા

આ જગ્યા પર યથાસ્થિતિ (સ્ટેટસ ક્વો) રાખવા માટે કોર્ટે આદેશ આપ્યો હોવા છતાં પણ દુકાનો બાંધવામાં આવી રહી હતી. આથી બાજવા ગ્રામ પંચાયતના તલાટીએ ભરત ઠક્કરને નોટિસ ફટકારી છે. નોંધનીય છે કે ભરતભાઈ ઠક્કરની વડીલોપાર્જિત મિલકત અંગે ભાઈઓ વચ્ચે વિવાદ સર્જાતા હાઇકોર્ટમાં કેસ થયો છે, જે અંગે કોર્ટે સ્ટે ઓર્ડર આપ્યો છે. BJP MP news

આમ છતા આ મિલકતમાં આવેલી ચાલીનો કેટલોક ભાગ તોડીને તેમા બાંધકામ શરૂ કરવામાં આવતા ગ્રામ પંચાયતને તેના અંગે જાણ કરવામાં આવી હતી. આ અંગે જાણ થતાં જ બાજવા ગ્રામ પંચાયતના તલાટીએ ભરતભાઈ હિંમતભાઈ ઠક્કરને નોટિસ આપી કોર્ટની પરવાનગી વગર બાંધકામ નહીં કરવા તાકીદ કરી છે. કોર્ટે મિલકત વહેંચણીના કેસમાં યથાવત સ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. BJP MP news

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9