Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > ભાજપ સાંસદ મનસુખ વસાવા-ગીતા રાઠવાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ માટે કરી સંસદમાં રજુઆત

ભાજપ સાંસદ મનસુખ વસાવા-ગીતા રાઠવાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ માટે કરી સંસદમાં રજુઆત

0
9

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: ભાજપના ભરૂચ અને છોટાઉદેપુર મત વિસ્તારના સાંસદો મનસુખ વસાવા અને ગીતા રાઠવાએ હાલમાં ચાલી રહેલા સંસદ સત્રમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસને લગતી અતિ મહત્વની રજુઆત કરી છે.

છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે નેશનલ હાઈવે 1 અંકલેશ્વર, નર્મદા, કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી, તણખલા અને કવાંટની સાથે મધ્યપ્રદેશના તપોલા, અલીરાજપુર, કૂપરી, સાંધવા, મનાવર, ધરમપુરી સુધી નેશનલ હાઈવે 3 જૂનવાનીયા સુધી જોડી દેવામાં આવે તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના લોકોને વધુ સારી સુવિધા પ્રાપ્ત થશે.સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રોજે રોજ દેશ વિદેશના હજારો પ્રવાસીઓને પણ સારી સુવિધાઓ મળી રહેશે.

જ્યારે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે વડોદરાથી કેવડિયા બ્રોડગેજ લાઈન મુંબઈ અને દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે સારી નથી. વેસ્ટર્ન રેલ્વે દ્વારા થોડા વર્ષો પહેલા જ 800 કરોડના ખર્ચે અંકલેશ્વર-રાજપીપળા બ્રોડગેજ લાઈનમાં પરિવર્તીત કરાઈ હતી.વર્તમાનમાં આ રેલ્વે લાઈનને મુંબઈ, વાપી, સુરત, નવસારી તથા વલસાડ સહિતના સ્ટેશનોથી જોડતા રાજપીપળાથી ફક્ત 15 કિમિ નવી રેલ્વે લાઈન બનાવી કેવડિયા સુધી જોડી અને મુંબઈથી કેવડિયા વચ્ચે એક ફાસ્ટ ટ્રેન શરૂ કરવામાં આવે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા દેશ વિદેશના પ્રવાસીઓને સારી સુવિધાઓ મળી રહે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat