Gujarat Exclusive > રાજનીતિ > કમલનાથનો ભય! ભાજપે પોતાના ધારાસભ્યોને ભોપાલથી શિફ્ટ કર્યા

કમલનાથનો ભય! ભાજપે પોતાના ધારાસભ્યોને ભોપાલથી શિફ્ટ કર્યા

0
523

ભોપાલ: કોંગ્રેસના 21 ધારાસભ્યોના રાજીનામાં આવ્યા બાદ કમલનાથના નેતૃત્વ વાળી કોંગ્રેસ શાસિત મધ્ય પ્રદેશ સરકાર દ્વારા વિધાનસભામાં પોતાનો બહુમત સાબિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યા બાદ ભાજપે પોતાના ધારાસભ્યોને મંગળવારે મોડી રાત્રે વિમાન દ્વારા ભોપાલથી બહાર દિલ્હી રવાના કર્યા છે. ભોપાલમાં ભાજપ ઓફિસ બહાર અનેક બસો મૂકવામાં આવી હતી. જેમાં તમામ ધારાસભ્યોને એરપોર્ટ મોકલવામાં આવ્યા અને ત્યાંથી દિલ્હી લઈ જવામાં આવ્યા છે.

બીજી તરફ 21 ધારાસભ્યોના રાજીનામા બાદ સંકટમાં આવેલી કોંગ્રેસ સરકારે મંગળવારે સાંજે વિધાયક દળની બેઠકમાં ઉપસ્થિત પોતાના 93 ધારાસભ્યોને એકજૂટ રાખવા માટે કોઈ અજ્ઞાત સ્થળે ખસેડવાનો નિર્ણય કર્યો છે.

ભોપાલમાં મંગળવારે સાંજે ભાજપની વિધાયકદળની બેઠક બાદ મધ્ય પ્રદેશમાં વિધાનસભામાં વિપક્ષ નેતા ગોપાલ ભાર્ગવે જણાવ્યું કે, પાર્ટી તમામ ધારાસભ્યોને હોળી રવા માટે ચાર્ટડ પ્લેનથી અજ્ઞાત સ્થળે લઈ જઈ રહી છે. પાર્ટી નેતાઓના આદેશ બાદ અને એરપોર્ટ પરથી કોઈ સ્થળે જવાના છીએ.

મધ્ય પ્રદેશમાં ભાજપને ડર છે કે, કમલનાથ જૂથ તેમના ધારાસભ્યોને પણ તોડી શકે છે. આથી ભાજપ મધ્ય પ્રદેશથી પોતાના તમામ ધારાસભ્યોને ચાર્ટડ પ્લેનથી દિલ્હી લઈ ગયું છે. કહેવાય છે કે, વિધાનસભા સત્ર બોલાવાય ત્યાં સુધી આ તમામ ધારાસભ્યોને ભોપાલથી દૂર જ રાખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, મંગળવારે સવારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ દિલ્હીમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ હતો. જે બાદ સિંધિયા સમર્થક કોંગ્રેસના ધારાસભ્યોએ એક પછી એક 21 રાજીનામા આપી દીધા. જેના કારણે રાજ્યમાં કમલનાથ સરકાર અલ્પમતમાં આવી ગઈ હતી. જો કે કોંગ્રેસે પોતાના ધારાસભ્યો સહિત અન્ય 4 અપક્ષ ધારાસભ્યોનો ટેકો હોવાનો દાવો કર્યો છે.

મધ્ય પ્રદેશ બાદ મહારાષ્ટ્રમાં ખીલશે ‘કમળ‘, 2 મહિનાથી મિશન પર કામ કરી રહી છે ભાજપ