Gujarat Exclusive > દેશ-વિદેશ > ઉન્નાવ રેપ કેસમાં મોટો નિર્ણય, BJP ધારાસભ્ય કુલદીપ સેંગર દોષિત, 19મીએ સજા પર ચર્ચા

ઉન્નાવ રેપ કેસમાં મોટો નિર્ણય, BJP ધારાસભ્ય કુલદીપ સેંગર દોષિત, 19મીએ સજા પર ચર્ચા

0
284

દિલ્હી: ઉન્નાવ ગેન્ગરેપ કેસમાં દિલ્હીની તીસ હજારી કોર્ટે ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને દોષિત ઠહેરાવ્યો છે. કોર્ટે સહ આરોપી મહિલા શશિ સિંહને પણ દોષિત ઠહેરાવ્યો છે. શશિ સિંહ નોકરી અપાવવાના બહાને પીડિતાને કુલદીપ સેંગર પાસે લઇને ગઇ હતી, જે બાદ સેંગરે પીડિતાનો બળાત્કાર કર્યો હતો.સજા પર ચર્ચા 19 ડિસેમ્બરે થશે.

કોર્ટે કહ્યું કે, પીડિતાએ પોતાના અને પરિવારનો જીવ બચાવવા માટે આ કેસને મોડો રજિસ્ટર કરાવ્યો હતો. કોર્ટે કહ્યું કે અમે પીડિતાના મનની વ્યથાને સમજીએ છીએ. કોર્ટે કહ્યું કે ગેન્ગરેપ કેસમાં સીબીઆઇએ ચાર્જશીટ દાખલ કરવામાં એક વર્ષ કેમ લગાવ્યો?

વિશેષ અદાલતે આ વર્ષે જ 9 ઓગસ્ટે સેંગર સહિત અન્ય આરોપીઓ વિરૂદ્ધ IPCની કલમ 120 બી (ગુનાહિત ષડયંત્ર), 636 (અપહરણ), 366 (પરાણે લગ્ન કરવા માટે અપહરણ) 376 (દુષ્કર્મ) અને બાળકોના યોન શોષણથી સંરક્ષણ માટે બનેલ પોસ્કો એક્ટની કલમો અંતર્ગત કેસ દાખલ કર્યો હતો.

દુષ્કર્મ કેસના આરોપી સસ્પેન્ડેડ ધારાસભ્ય સેંગર પર પીડિતાના પિતાની હત્યા કરવાનો પણ આરોપ મૂકાયો છે. આરોપ છે કે, સેંગરના ઈશારે પીડિતાના પિતાને ગેરકાયદેસર હથિયાર રાખવાના કેસમાં ફસાવવામાં આવ્યા અને 3 એપ્રિલ 2018 રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને અટકાયતમાં જ તેના પિતાનું મોત નીપજ્યું હતું.

મહિલા અત્યાચારના કેસોમાં વધુ ઝડપ લાવવા ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના જરૂરી: વૈંકેયા નાયડુ