ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટી (BJP)ને ફટકો પડ્યો છે. ભાજપે ખેડાના માતરના ધારાસભ્ય કેસરિસિંહ સોલંકીને ટિકિટ ના આપતા તેમણે પક્ષમાંથી રાજીનામું આપ્યુ હતુ અને આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા. AAPએ કેસરી સિંહ સોલંકીને માતર બેઠક પરથી ઉમેદવાર બનાવી શકે છે. આ પહેલા આમ આદમીપાર્ટીએ આ બેઠક પર મહિપતસિંહને ટિકિટ આપી હતી જોકે, સ્થાનિક સ્તરે તેમનો વિરોધ જોતા તેમની ટિકિટ પરત ખેચી લેવામાં આવી શકે છે.
Advertisement
Advertisement
ભાજપે કલ્પેશ પરમારને ટિકિટ આપી
ભારતીય જનતા પાર્ટીએ 160 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી જેમાં માતર બેઠક પર કલ્પેશ પરમારને ટિકિટ આપવામાં આવી છે.
માતર બેઠક પરતી ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરી સિંહ સોલંકી આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા. ભાજપે કેસરી સિંહને આ વખતે ટિકિટ આપી નહતી. કેસરી સિંહ રિસોર્ટમાં જુગાર રમતા પકડાયા હતા. રાજ્યસભા ચૂંટણીમાં કેસરી સિંહ ક્રૉસ વોટિંગ કરવાના હતા જેની જાણ ભાજપને પહેલા જ થઇ ગઇ હતી.
આ પણ વાંચો: કોંગ્રેસે અડધી રાત્રે પોતાની બીજી યાદીમાં 46 ઉમેદવારોની કરી જાહેરાત
રિસોર્ટમાં જુગાર રમતા પકડાયા હતા કેસરી સિંહ
પંચમહાલના શીવરાજપુર તલાવડી રોડ પર આવેલા જીમીરા રિસોર્ટમાં માતરના ભાજપના ધારાસભ્ય કેસરી સિંહ સોલંકી સહિત 25 લોકો દારૂ-જુગારની મહેફિલ માણતા ઝડપાયા હતા. રિસોર્ટમાં સાત યુવતીઓ પણ હોવાનું પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યુ હતુ. જોકે, ધારાસભ્ય કેસરી સિંહ જુગાર રમતા પકડાતા ભાજપ શરમજનક સ્થિતિમાં મુકાયુ હતુ.
Advertisement