Gujarat Exclusive > રાજનીતિ > પશ્ચિમ બંગાળ: ઘરના નામે ઝૂંપડી અને મજૂર પતિ, ચર્ચામાં છે BJP MLA ચંદના બાઉરીની જીત

પશ્ચિમ બંગાળ: ઘરના નામે ઝૂંપડી અને મજૂર પતિ, ચર્ચામાં છે BJP MLA ચંદના બાઉરીની જીત

0
49

કોલકત્તા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપની ટિકિટ પર સાલતોરા બેઠક પરથી ચૂંટણી લડનાર ચંદના બાઉરી (Chandana Bauri) ચર્ચાનો વિષય બની છે. રાજ્યમાં ભાજપ ભલે તૃણમૂલ કોંગ્રેસ સામે હારી ગયું હોય, પરંતુ સાલતોરા બેઠક પર ચંદના બાઉરીએ વિરોધી ઉમેદવાર સંતો મંડલને હરાવીને વિજય પ્રાપ્ત કર્યો છે.

ભાજપ નેતા સુનિલ દેવધરે ટ્વીટ કરીને જણાવ્યું કે, ચંદના બાઉરીની (Chandana Bauri)  જિંદગીભરની જમા પૂંજી માત્ર 31,985 રૂપિયા જ છે. તે સામાન્ય ઝૂંપડીમાં રહે છે અને ગરીબ મજૂરની પત્ની છે. ચંદના અનુસુચિત જાતિથી આવે છે અને તેની પાસે માત્ર 3 બકરી અને 3 ગાય જ છે.

ચંદના બાઉરીનો (Chandana Bauri)  આ વિજય એવી મહિલાઓને પ્રેરિત કરવાની છે, જે ગરીબ પરિવાર સાથે સબંધ ધરાવે છે. તેમણે આ બેઠક પર જીત મેળવીની સાબિત કરી દીધુ કે, જીતવા માટે કોઈ પાર્ટીના પરિવારના સભ્ય, અમીર હોવું કે મોટી લાગવગ હોવું જરૂરી નથી. તેમના આ ઐતિહાસિક વિજયથી અનેક મહિલાઓને પ્રેરણા મળશે.

ચંદના બાઉરીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, ટિકિટની જાહેરાત પહેલા મને ખ્યાલ જ નહતો કે મને વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવી છે. અનેક લોકોએ મને ઑનલાઈન રજિસ્ટ્રેશન માટે અરજી કરવા માટે પ્રોત્સાહિત કરી, પરંતુ મને નહતો ખ્યાલ કે હું આ ઉપલબ્ધિ હાંસલ કરી શકીશ.

આ પણ વાંચો:  કોરોના પર PM મોદીની બેઠકમાં લેવાયો નિર્ણય, NEET-PG Exam 4 મહિના માટે ટળી Chandana Bauri

ચંદના બાઉરીએ (Chandana Bauri)  પોતાના સોગંધનામા ભરવા સમયે ચૂંટણી પંચના શપથપત્ર આપ્યું હતું. જેમાં તેમણે પોતાના બેંક ખાતામાં માત્ર 6,335 રૂપિયા હોવાની વાત કહી હતી. આટલું જ નહીં, તેમના પતિના ખાતામાં પણ માત્ર 1,561 રૂપિયા જમા છે. શપથપત્ર મુજબ, તેમની કુલ સંપત્તિ માત્ર 31,985 રૂપિયા જ છે.

જ્યારે ચંદનાના પતિ મજૂર છે અને તેઓ જ પરિવારનું ભરણપોષણ કરે છે. તેમની પાસે કોઈ પણ પ્રકારની ખેતીલાયક જમીન નથી. ચંદનાએ ધોરણ 12માં સુધીનો અભ્યાસ કર્યો છે, જ્યારે તેના પતિ માત્ર 8મું ધોરણ ભણેલા છે.

જણાવી દઈએ કે, ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ અને લોકો દ્વારા ટ્વીટર પર ચંદનાને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. ખુદ વડાપ્રધાન પર ચૂંટણી પ્રચાર દરમિયાન ચંદનાના નામનો ઉલ્લેખ કરી ચૂક્યાં છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat