Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > 17 કરોડનું કૌભાંડ : ભાજપ મંત્રીના પુત્રની કંપની પાસે માત્ર કાગળ પર 330 ચેકડેમ

17 કરોડનું કૌભાંડ : ભાજપ મંત્રીના પુત્રની કંપની પાસે માત્ર કાગળ પર 330 ચેકડેમ

0
271
  • દેવગઢ બારિયા તાલુકા તથા ધાનપુર તાલુકાના કુલ 330 ચેકડેમો માત્ર કાગળ પર
  • ચેકડેમો બનાવવા માટેની નક્કી એજન્સીમાં શ્રી રાજ ટ્રેડર્સ બચુ ખાબડના પુત્ર બળવંતની
  • કોરોના મહામારીમાં ખોટી હાજરી પૂરી બાળકોના ખોટા જોબ કાર્ડ બનાવીને 17 કરોડનું કૌભાંડ આચર્યું

અમદાવાદ : દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના 124 તથા ધાનપુર તાલુકાના 206 મળીને કુલ 330 ચેકડેમો માત્ર કાગળ પર જ બનાવવામાં આવ્યાં છે. આ ચેકડેમો બનાવવા માટે નક્કી એજન્સીઓ શ્રી હરિઓમ સપ્લાયર્સ તથા શ્રી રાજ ટ્રેડર્સ અનુક્રમે તાલુકા ભાજપ પ્રમુખ અને રાજ્યના મંત્રી બચુ ખાબડ (bjp minister bachu Khabad) ના પુત્ર બળવંતની છે. કોરોના મહામારીના સમયમાં મસ્ટરમાં ખોટી હાજરી પૂરી હાઇસ્કૂલના બાળકોના ખોટા જોબ કાર્ડ બનાવીને 17 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે. આ કૌભાંડ સરકારી અધિકારીના મેળાપીપણામાં થયું છે. આ તમામ જવાબદારો સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ માંગણી કરી છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ઉદ્દેશીને લખેલા પત્રમાં તેમણે જણાવ્યું છે કે, કોરોના વાયરસના કારણે રાજ્ય સરકારની તમામ કામગીરી 30 મેં સુધી બંધ હતી. ત્યારે આ લોકો દ્રારા (bjp minister bachu Khabad) 2/5/2020થી મસ્ટર કાઢીને ખોટી હાજરી પૂરવામાં આવી હતી. જે મજૂરો લીધા એ તમામ તેમની હાઇસ્કૂલના બાળકોના ખોટા જોબ કાર્ડ બનાવીને તેમનું પોસ્ટ ઓફીસમાં નવું ખાતું ખોલી, ખોટી સહીઓ કરી મજૂરોના નામે ઉપાડી લઇને ભ્રષ્ટાચાર કર્યો છે. આ ભ્રષ્ટાચારની રકમ 17 કરોડ છે. મનરેગા યોજનામાં રાજય સરકારના મંત્રી, તેમના પુત્ર, તાલુકા ભાજપ પ્રમુખે આટલો મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાથી તેમની સામે તપાસ કરી ફોજદારી ફરિયાદ કરવા માંગણી કરી છે.

તેમણે વધુમાં દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના લખણાગોજીયા ગામના રહીશ ભરતસિંહ પ્રતાપભાઇ વાખળાએ તેમને કરેલી રજૂઆતનો પત્ર મુખ્યમંત્રીને મોકલીને વધુમાં કહ્યું છે કે, “આ ચેકડેમ કૌભાંડમાં જિલ્લા કક્ષાના સ્થાનિક અધિકારીઓના સહયોગથી પેપર વર્ક ઊભું કરીને રિતસરનું ષડયંત્ર કરવામાં આવ્યું છે. આ કૌભાંડ (bjp minister bachu Khabad) માં સામેલ તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તથા અન્ય અધિકારી તેમજ કર્મચારીઓ સામે તટસ્થ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી છે.”

આ પણ વાંચો: કોરોના કાળમાં ગુજરાતમાં નવરાત્રિ થશે કે નહીં, નીતિન પટેલનું મોટું નિવેદન

કયા તાલુકામાં કેટલાં ચેકડેમો બતાવ્યાં? (bjp minister bachu Khabad)

દેવગઢ બારીઆ તાલુકા પંચાયત

ગામનું નામ ચેકડેમની સંખ્યા
અંતેલા 3
ભુવાલ 7
ફાંગીયા 6
ઝાબ 15
જુના બારીઆ 5
કાકલપુર 5
કાળીયાગોટા 3
કેળકુવા 5
કોળીના પુવાળા 4
કુવા 9
લવારિયા 4
નગવાવ 18
મેઘામવડી 6
નવીબેડી 6
પંચેલા 5
પાંચીયાસાળ 3
રેઠાણા 4
રુવાબારી 2
સાગારામા 3
સીંગેડી 5
ટીડકી 4
ટીમરવા 3
ઉધાવલા 13
વાંદર 2
વિરોલ 2
કુલ 124

ધાનપુર તાલુકા પંચાયત

પીપેરો 43
તરમકાચ 15
કોટંબી 23
ડુમકા 12
પાવ 22
સજોઇ 13
ડુંગરપુર 9
ગડવેલ 10
કાકડખીલા 8
નાટકી 17
ખલતાગરબડી 11
ચહુનળા 6
ખોખબેડ 3
ઉડાર 4
વેડ 5
પીપોદરા 3
પાનમ 5
નળુ 3
ધનારપાટીયા 10
કુલ 206

આ પણ વાંચો: સ્કૂલ ફી મામલોઃ સરકાર સ્કૂલ સંચાલકો સાથે, વાલીઓને 25%નું લોલીપોપ