ગાંધીનગર: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાજપે મોટી જવાબદારી સોપી છે. વિજય રૂપાણીને ભાજપ પંજાબના પ્રભારી બનાવ્યા છે. ભાજપે 15 રાજ્યના પ્રભારીના નામની જાહેરાત કરી છે. વિજય રૂપાણી પક્ષ ટિકિટ આપે તો ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી ચુક્યા છે.
Advertisement
Advertisement
ભાજપે 15 રાજ્યના પ્રભારીના નામની જાહેરાત કરી
વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી બનાવવામાં આવ્યા છે જ્યારે ડૉ. નરિંદર સિંહ રૈના સહ પ્રભારી હશે. ઓમ માથુરને છત્તીસગઢ, વિનોદ તાવડેને બિહાર, બિપ્લવ કુમાર દેવને હરિયાણા, લક્ષ્મીકાંત વાજપેયીને ઝારખંડ, તરૂણ ચુઘને તેલંગાણા, અરૂણ સિંહને રાજસ્થાન, મહેશ શર્માને ત્રિપુરા, મંગલ પાંડેને પશ્ચિમ બંગાળ, સંબિત પાત્રાને નોર્થ ઇસ્ટના પ્રભારી બનાવવામાં આવ્યા છે.
भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda ने विभिन्न राज्यों के प्रभारी एवं सह-प्रभारी को नियुक्त किया है। pic.twitter.com/Rn4uyB8cmL
— BJP (@BJP4India) September 9, 2022
Advertisement