Gujarat Exclusive > ગુજરાત > ગુજરાતમાં 4 વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પરિણામ જાણો

ગુજરાતમાં 4 વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પરિણામ જાણો

0
547

લોકસભા ચૂંટણીના પરિણામોની સાથે જ ગુજરાત વિધાનસભાની 4 બેઠકોના પરિણામો પણ આજે જાહેર થઈ રહ્યા છે. જેમાં ઊંઝા, ધાંગધ્રા, જામનગર ગ્રામ્ય અને માણાવદર બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી લોકસભાની ચૂંટણી સાથે એક જ દિવસે 23મીં એપ્રિલના રોજ મતદાન થયું હતું.

હાલ તો ચૂંટણીમાં ફરજ બજાવતા પોલિંગ ઓફિસરની એક ભૂલના કારણે રાજ્યમાં ચૂંટણીના પરિણામો મેળવવામાં વિલંબ થઈ શકે છે. શરૂઆતના પરિણામો જોઈએ તો, ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. આ ઉપરાંત વિધાનસભાની 4 બેઠકોના પરિણામોમાં પણ ભાજપ આગળ જોવા મળી રહ્યું છે.

સવારે 10.00 કલાક સુધીના પરિણામો પર એક નજર

  • ઊંઝા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર આશાબેન પટેલ 684 મતોથી આગળ ચાલી રહ્યા છે. તેમનો સામનો કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ પટેલ સામે છે.
  • ધાંગધ્રા વિધાનસભા બેઠકની વાત કરીએ તો, ભાજપના પરૂષોત્તમ સાબરિયા 1366 મતોથી આગળ છે, તેમનો સામનો કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈ સાથે છે.
  • માણાવદર લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો, ભાજપના ઉમેદવાર જવાહર ચાવડા 3414 મતોથી આગળ ચાલી રહ્યા છે. જ્યારે તેમનો સામનો કોંગ્રેસ ઉમેદવાર અરવિંદ લાડાની સાથે છે.
  • જામનગર ગ્રામ્ય બેઠકની વાત કરવામાં આવે તો, ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલ 3355 મતોથી આગળ ચાલી રહ્યાં છે. તેમનો સામનો કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ સાથે છે.