Gujarat Exclusive > દેશ-વિદેશ > BJP નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટે અધિકારીને ચપ્પલથી માર માર્યો, વીડિયો વાયરલ

BJP નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટે અધિકારીને ચપ્પલથી માર માર્યો, વીડિયો વાયરલ

0
1729

નવી દિલ્હી: ટિકટોક સ્ટારથી બીજેપી નેતા બનેલી સોનાલી ફોગાટ શુક્રવારે હરિયાણા ખેડૂત અનાજ મંડળી કમેટીના એક વરિષ્ઠ અધિકારીને ચપ્પલ વડે માર મારવાના મામલામાં વિવાદોમાં સપડાઈ ગઈ છે. આ અધિકારીને થપ્પડ અને ચપ્પલ મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે, સોનાલી હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં બાહુબલી નેતા કુલદીપ બિશ્નોઇ સામે બીજેપીના ઉમેદવાર તરીકે ઉતરી હતી, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

આ ઘટના શુક્રવારે ત્યારે બની જ્યારે સોનાલી ખેડુત મંડળીનું નિરીક્ષણ કરી રહી હતી. ત્યાર બાદ ખેડૂતોની ફરિયાદની યાદી લઇને અધિકારી સુલતાન સિંહની પાસે પહોંચી હતી, જેણે કથિત રીતે તેમને ‘ડ્રામેબાઝ’ કહી હતી. આ કથિત ટિપ્પણીથી ગુસ્સે ભરાયેલા સોનાલીએ અધિકારીને માર માર્યો હતો અને તેને અપશબ્દ કહ્યા હતા. વીડિયોમાં આ અધિકારી તેની વિરુદ્ધ આવેલી ફરિયાદોને નકારતા અને તેના નિરાકરણની ખાતરી આપતા જોઇ શકાય છે. તે પછી બીજેપી નેતાએ પોલીસને બોલાવી હતી. મળતી માહિતી મુજબ, આ અધિકારી દ્વારા માફી માંગ્યા પછી તેણે આરોપો નથી લગાયા.

ઉલ્લેખનિય છે કે, ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટે ગત વર્ષે પોતાની બહેન અને બનેવી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમણે આરોપ લગાવ્યા હતા કે, તેની સાથે મારા મારી કરવામાં આવી હતી અને ધમકી આપવામાં આવી હતી.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

અંડરવર્લડ ડોન દાઉદ ઇબ્રાહિમ અને પત્ની કોરોનાનો શિકાર