Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > ભાજપના નેતા અને પૂર્વ IT અધિકારી પીવીએસ શર્મા વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ભાજપના નેતા અને પૂર્વ IT અધિકારી પીવીએસ શર્મા વિરુદ્ધ પોલીસ ફરિયાદ

0
170
  • સુરત ITના ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્વેસ્ટિગેશન યુનિટના અધિકારીની પી.વી.એસ શર્મા સામે ફરિયાદ
  • શર્માએ વધુ આર્થિક લાભ મેળવવા રો-મટીરીયલ્સ ખરીદની ખોટી એન્ટ્રી બતાવી (pvs sarma news)
  • ઉમરા પોલીસે IPC કલમ 465, 468, 471, 420 અને 120(બી) મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી

સુરત : ભાજપના નેતા અને પૂર્વ આવકવેરા અધિકારી પી.વી.એસ શર્માની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહત્વનું છે ITએ શર્માના ઘરે અને અન્ય સ્થળો પર દરોડા પાડી ખોટા વ્યવહારો સહિત બેનામી સંપત્તિ મળી હોવાનો દાવો કર્યો હતો. તપાસમાં કેટલાક બોગસ દસ્તાવેજ બનાવ્યા હોવાની હકીકત પણ સામે આવી હતી. તેમના ન્યુઝ પેપરનું ખોટું સર્ક્યુલેશન બતાવીને જાહેરાતો મેળવવા આવું કરાયું હોવાનું ધ્યાન પર આવતા સુરત ITના ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્વેસ્ટિગેશન યુનિટના અધિકારી ડૉ. પેમ્મય્યા કે. ડીએ ઉમરા પોલીસમાં પી.વી.એસ શર્મા અને કંપનીના ડાયરેક્ટર સીતારામ અડુકીયા સામે ફરિયાદ નોંધાવી છે. આઈપીસી કલમ 465, 468, 471, 420 અને 120 (બી) મુજબનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. (pvs sarma news)

નોટબંધી દરમિયાન કરોડો રૂપિયાના ટેક્સની ચોરી થઈ હોવાના આક્ષેપ સાથે સુરત ભાજપના નેતા પીવીએસ શર્માએ કેટલીક ટ્વિટ કરીને મોટા કૌભાંડનો આક્ષેપ કર્યો હતો. આ ટ્વિટ બાદ શર્માને ત્યાં આવકવેરા વિભાગે તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન મેસર્સ સંકેત મીડિયા પ્રા.લિ.ની માલિકીથી ચાલતા સત્યમ ટાઇમ્સ ગુજરાતી અને અંગ્રેજી દૈનિક પેપરોની ઓફિસે પણ દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં કેટલાંક દસ્તાવેજો મળી આવ્યાં હતાં.

જેમાં સત્યમ ટાઇમ્સની ગુજરાતીની કોપી 23500 કોપી સત્યમ ટાઇમ્સ અંગ્રેજીની કોપી 6000થી વધુ કમ્પ્યુટરના બુક્સ ઓફ એકાઉન્ટસમાં નોંધ કરી હતી. જો કે આ અંગે તપાસ હાથથી લખેલ એક સ્ટોક રજીસ્ટ્રર પણ મળ્યું હતું. જેમાં ન્યૂઝ પેપર છાપવા માટેનું રો-મટીરીયલ્સની આવક-જાવકની નોંધમાં સત્યમ ટાઇમ્સની ગુજરાતી આવૃતિ 300થી 600 અને અંગ્રેજી 290 જેટલી કોપીઓ છપાતી હોવાનું સામે આવ્યું હતું. (pvs sarma news)

આ પણ વાંચો: અમદાવાદ: કોરોનાની સારવારમાં ‘રામબાણ’ રેમડેસિવિર ઈન્જેક્શનની માંગ વધી

ન્યુઝ પેપરને સરકારી એજન્સીઓ અને પ્રાઇવેટ કંપનીઓમાં વધુમાં વધુ રકમની એડવર્ટાઈઝ મળે તે માટે ન્યૂઝ પેપર વધુ છપાય છે તેમ બતાવ્યું હતું. પરંતુ હકીકતમાં ઓછાં ન્યુઝ પેપર છપાતા હતાં. ન્યુઝ પેપર માટે મહેશ ટ્રેડીંગ એન્ડ કંપનીમાંથી 1-4-2013થી 21-10-2020 વચ્ચે 2.43 કરોડનું રો-મટીરીયલ્સ ખરીદવામાં આવ્યું હતું. આઇટી દ્વારા મેનેજર પાસેથી મહેશ ટ્રેડીંગના એડ્રેસ મેળવી મહિધરપુરા ભાનુદાસ સ્મૃતિ બિલ્ડિંગમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં આઇટી અધિકારીઓ ત્યારે ચોંકી ગયા હતાં જ્યારે સી.એ. અશોક અડોકીયાની જૂની ઓફિસ હોવાનું સામે આવ્યું હતું, કારણે શર્માના સીએ અડોકિયા છે. મહેશ ટ્રેડીંગ નામની કોઈ કંપની નથી તેવું સીએ દ્વારા તપાસમાં કહેવામાં આવ્યું હતું. (pvs sarma news)

જેથી આઇટીના ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્વેસ્ટિગેશન યુનિટના અધિકારી ડો.પેમ્મય્યા કે. ડીએ ઉમરા પોલીસ મથકમાં કરવામાં આવેલી ફરિયાદમાં લખાવ્યું છે કે 2008-09થી 21-10-20 દરમિયાન ન્યુઝ પેપરના છાપકામ માટેના રો-મટીરીયલ્સ ઓછા પ્રમાણમાં ખરીદી કરવામાં આવી હતી. શર્માએ ખોટી રીતે વધુ આર્થિક લાભ મેળવવા માટે મહેશ ટ્રેડીંગ એન્ડ કંપની તેમજ અન્ય બોગસ કંપનીઓ પાસેથી રો-મટીરીયલ્સ ખરીદની ખોટી એન્ટ્રી બતાવી હતી.

ડોક્યુમેન્ટોનો ઉપયોગ કરી સત્યમ ટાઇમ્સ દૈનિક પેપરનું સર્ક્યુલેશન ઓછું હોવા છતાં ડાયરેક્ટરેટ ઓફ એડવટાઇસ્મેન્ટર એન્ડ વિઝયુઅલ પબ્લિસિટી(ડીએવીપી) અને અન્ય સરકારી એજન્સીઓમાં વધુ સર્ક્યુલેશન બતાવી 70 લાખની જાહેરાત તથા ખાનગી કંપનીઓને પાસેથી 2 કરોડની જાહેરાત મેળવી હતી. ઉમરા પોલીસે આઈપીસી કલમ 465, 468, 471, 420 અને 120(બી) મુજબનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. (pvs sarma news)

આ પણ વાંચો: દિવાળીમાં એસટી વિભાગની આવક વધી, મુસાફરોનો ધસારો જોતા વધારાની બસો મૂકાઈ