નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા ભારતીય કરન્સી નોટ પર ભગવાન ગણેશ અને લક્ષ્મીની તસવીર લગાવવાની વાત બાદ હવે બાબા સાહેબ આંબેડકર, છત્રપતિ શિવાજી, પીએમ મોદી અને સાવરકરની તસવીર લગાવવાની માંગ ભાજપના કેટલાક નેતાઓ દ્વારા કરવામાં આવી છે.
Advertisement
Advertisement
નિતેશ રાણેએ ફોટોશોપ કરીને કહ્યુ- આ પરફેક્ટ છે
ભાજપના નેતા નિતેશ રાણેએ નોટ પર તસવીર લગાવવાની રાજનીતિ શરૂ કરી છે. નિતેશ રાણેએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં 200 રૂપિયાની નોટ બતાવવામાં આવી છે જેમાં છત્રપતિ શિવાજીની તસવીર છે. નિતેશ રાણેએ એડિટ કરેલી નોટ શેર કરતા લખ્યુ કે શિવાજીની તસવીર નોટ પર એકદમ પરફેક્ટ છે.
તે પછી ભાજપના જ નેતા રામ કદમે ટ્વીટર પર ચાર તસવીર શેર કરી છે જેમાં છત્રપતિ શિવાજી, બાબાસાહેબ આંબેડકર, વીર સાવરકર અને પીએમ મોદીને ભારતીય કરન્સી નોટ પર બતાવવામાં આવ્યા છે. આ સાથે જ કેપ્શનમાં લખ્યુ છે, અખંડ ભારત…નયા ભારત…મહાન ભારત.. જય શ્રીરામ…જય માતાદી!
>बीजेपी नेता राम कदम भी नोट पॉलिटिक्स में कूदे
>राम कदम ने 500 के नोटों पर 4 फोटो ट्वीट कीं
>शिवाजी, अंबेडकर, वीर सावकर या मोदी की फोटो की मांग@ramkadam @BJP4India @narendramodi pic.twitter.com/kEwinpe5xk— Bharat 24 – Vision Of New India (@Bharat24Liv) October 27, 2022
મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ પણ ભારતીય કરન્સી પર બાબા સાહેબ આંબેડકરની તસવીર લગાવવાની માંગ કરી હતી. તિવારીએ કહ્યુ કે નોટની નવી સીરિઝમાં મહાત્મા ગાંધી સાથે આંબેડકરની તસવીર હોવી જોઇએ, તેમણે કહ્યુ કે આ બન્ને નેતાઓની તસવીર અહિંસા અને લોકતંત્રનું યૂનિક પ્રતિક હશે.
ભાજપે કેજરીવાલ પર કર્યા હતા પ્રહાર
કેજરીવાલે ભારતીય કરન્સી પર ગણેશ અને મા લક્ષ્મીની તસવીર લગાવવાનું સૂચન કર્યુ હતુ, તેમણે કહ્યુ હતુ કે તેનાથી ભારતીય રૂપિયામાં ઘટાડો બંધ થશે. કેજરીવાલના ભગવાનના ચિત્ર લગાવવાની માંગ બાદ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રહાર કર્યા હતા. પાત્રા સિવાય ભાજપના સાંસદ મનોજ તિવારી અને કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે પણ તેમની પર પ્રહાર કર્યા હતા. પાત્રાએ કહ્યુ કે રામ મંદિરના વિરોધ કરનારા નેતા હવે દેવી-દેવતાઓની વાત કરી રહ્યા છે.
Advertisement