ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ આવી છે. વડોદરા ભાજપના નેતા કુલદીપ સિંહ રાઉલજી કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા ભાજપમાં જોડાયાના બીજા દિવસે જ હવે કોંગ્રેસે ભાજપને ઝટકો આપ્યો છે. વડોદરા ભાજપના નેતા કુલદીપ સિંહ રાઉલજીનું કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ખેસ પહેરાવીને સ્વાગત કર્યુ હતુ. આ દરમિયાન પૂર્વ પ્રમુખ અમિત ચાવડા અને સિદ્ધાર્થ પટેલ હાજર રહ્યા હતા.
Advertisement
Advertisement
ભાજપના નેતા અને બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપ સિંહ રાઉલજીએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યા પછી ભાજપ પર પ્રહાર કર્યા હતા. કુલદીપસિંહ રાઉલજીએ કહ્યું, “10 વર્ષ ભાજપમાં હતો ત્યાં પણ નિષ્ઠાથી કામ કર્યુ હતુ, સ્થાનિક આગેવાન લોકોના કામ કરતા નથી. યુવાઓને રોજગારી મળે તેવા કોઇ પ્રયત્ન કરવામાં આવતા નથી. સ્થાનિક આગેવાન અ્ય સમાજના લોકોને ઉપર આવવા દેવામાં આવતા નથી. દરેક સમાજને સાથે લઇને હું ચાલ્યો પણ મને દબાવવાનો પ્રયાસ કરાયો.જોકે, હું દબાણમાં ના આવ્યો જેને કારણે અહી આવ્યો છું.”
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યુ, ” કુલદીપ સિંહ અને તેમના કાર્યકરો કોંગ્રેસની વિચારધારા જોઇને આવ્યા છે, તેમણે જે લક્ષ્ય રાખ્યુ હતું એ જ્યાં હતા ત્યાં રહીને પુરૂ થાય એમ નહતું. જેટલા લોકો કોંગ્રેસમાં જોડાયા છે તેમનું સ્વાગત છે. સાથે વિશ્વાસ આપુ છુ કે કોંગ્રેસ દરેક સમાજનું, દરેક વર્ગનું ધ્યાન રાખશે. વધુમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, ડિસેમ્બર 2022માં 125 બેઠકો સાથે કોંગ્રેસની સરકાર બનવા જઇ રહી છે.”
આ પણ વાંચો: #બેઠકપુરાણ માંડવી (કચ્છ): વાસ્કો દ ગામાને જળમાર્ગ બતાવનારું માંડવી પોતે આ વખતે રસ્તો બદલશે?
કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલે કહ્યું કે, વડોદરાના સેકડો આગેવાન અને ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે. કુલદીપ સિંહ રાઉલજી સરકારી આગેવાન છે, જે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે.
અમિત ચાવડાએ કહ્યું, ગુજરાતમાં આજે પ્રજા પરિવર્તન ઇચ્છે છે. સેકડો લોકો ભાજપ છોડીને કોંગ્રેસમાં આવી રહ્યા છે. RSSની મદદથી કામ કરતી ભાજપની B ટીમ આપને આગળ કરવામાં આવી રહી છે. આજે લોકોને લાગી રહ્યુ છે કે આપ ભાજપની મદદ કરી રહી છે. આ કારણથી આપના હોદ્દેદારો અને કાર્યકરો કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે.
Advertisement