Gujarat Exclusive > રાજનીતિ > ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે સરકારને આપ્યુ અલ્ટીમેટમ,પોતાની પાર્ટી સામે બાંયો ચઢાવી

ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે સરકારને આપ્યુ અલ્ટીમેટમ,પોતાની પાર્ટી સામે બાંયો ચઢાવી

0
899

ભાજપના નેતા અલ્પેશ ઠાકોર ફરી રાજકારણમાં સક્રિય થયા છે. ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે LRD મામલે પોતાની સરકાર સામે જ બાયો ચઢાવી છે. અલ્પેશ ઠાકોરે LRD પરિપત્ર રદ કરવા સરકારને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યુ છે. અલ્પેશ ઠાકોરે રૂપાણી સરકારને ચિમકી આપી છે કે LRD મહિલા અનામત મુદ્દે કોઇ નિર્ણય નહી લેવાય તો પદયાત્રા કરીશ. મહત્વપૂર્ણ છે કે ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરનો રાધનપુર બેઠક પરથી પરાજય થતા સાઇડ લાઇન થઇ ગયા હતા.

ફરી સક્રિય થયો અલ્પેશ

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં કારમી હાર બાદ અલ્પેશ ઠાકોર ભાજપના જાહેર મંચ પરથી ગાયબ થઇ ગયો હતો. અલ્પેશ ઠાકોરે LRD મહિલા અનામત મુદ્દે રૂપાણી સરકાર પર સવાલ ઉઠાવતા ગુજરાતની રાજનીતિમાં ફરી કેન્દ્ર સ્થાન મેળવવા કવાયત હાથ ધરી છે.

ગાંધીઆશ્રમથી ગાંધીનગર સુધી પદયાત્રા

અલ્પેશ ઠાકોર જો LRD મહિલા અનામત મુદ્દે કોઇ નિરાકરણ નહી આવે તો ગાંધીઆશ્રમથી ગાંધીનગર સુધી પદયાત્રા કાઢશે. અલ્પેશ ઠાકોરે કહ્યું કે,આશ્વાસન છતા 3 દિવસ વિતી ગયા છે. અલ્પેશ ઠાકોરના નિવેદન પર કોંગ્રેસે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે કહ્યુ કે, અમને યોગ્ય લાગશે તો રેલીમાં જોડાઇશું.

મહેસાણા બંધનું એલાન

અનામતનું કોકડું એટલી હદે ગૂંચવાયુ છે કે અત્યારે અનામત અને બિન અનામત વર્ગના લોકો આમને-સામને આવી ગયા છે. બિન અનામત વર્ગની મહિલાઓ પરિપત્રમાં સુધારો ના કરવાની માંગ સાથે આંદોલન કરી રહી છે ત્યારે બંધારણીય અનામત બચાવો સમિતીએ એલાન કર્યુ છે કે, જો સરકાર 24 કલાકમાં LRD ભરતી મુદ્દે પરિપત્ર રદ નહી કરે તો મહેસાણા બંધનું એલાન આપવામાં આવશે. અનામત આંદોલનને સમર્થન આપનારી સંસ્થાએ સરકારને માત્ર 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યુ છે.

નીતિન પટેલે કરી બેઠક

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બિન અનામત વર્ગના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ નીતિન પટેલે કહ્યું કે, “બિન અનામત વર્ગના પ્રતિનિધિઓએ પોતાની સમસ્યાઓ અમારી સામે વર્ણવી છે, અમે આ બાબતો મુખ્યમંત્રી રૂપાણી સમક્ષ રજૂ કરીશું. આ અંગે મુખ્યમંત્રી રૂપાણી અંતિમ નિર્ણય લેશે. બીજી તરફ બિન અનામત વર્ગના પ્રતિનિધિ દિનેશ બાંભણિયાએ કહ્યુ કે, સરકાર સાથેની બેઠક સકારાત્મક રહી છે, આ મામલે અંતિમ નિર્ણય મુખ્યમંત્રી રૂપાણી કરશે, અત્યારે અમારૂ આંદોલન ચાલી રહ્યુ છે.”

શું છે આખી ઘટના?

ગુજરાત સરકાર દ્વારા ઓગષ્ટ 2018માં પોલીસ વિભાગની LRD સંવર્ગની કુલ 9,713 જગ્યાની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં મહિલાઓ માટે 3077 જેટલી જગ્યાઓ હતી, જેની પરીક્ષા 6 જાન્યુઆરી 2019ના રોજ લીધી હતી. આ પરીક્ષાનું મેરિટ 31 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં અનામત વર્ગમાં આવતી ઉચ્ચ મેરિટવાળી મહિલા ઉમેદવારોની જનરલ મેરિટમાંથી બાદબાકી કરાઈ હતી. જેની સામે વિરોધ નોંધાવતા રાજ્યભરમાંથી મહિલા ઉમેદવારો હાલ ગાંધીનગરમાં ધરણાં પર બેઠી છે.

હાર્દિક પટેલ છેલ્લા 20 દિવસથી ગુમ, પત્ની કિંજલના ગુજરાત સરકાર પર આરોપ