Gujarat Exclusive > ગુજરાત > જાણો ભાજપના કયા ભૂતપૂર્વ ધારાસભ્ય અને તેના પરિવારને થયો કોરોના

જાણો ભાજપના કયા ભૂતપૂર્વ ધારાસભ્ય અને તેના પરિવારને થયો કોરોના

0
92

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસોની દૈનિસ સંખ્યાની સરેરાશ વધીને હવે 1,400 થઈ ગઈ છે ત્યારે અગ્રણી પક્ષ ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ કોરોનાની (BJP-Kanti amrutia-corona) ઝપટમાં આવવા માંડયા છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ અને ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા તાજેતરમાં કોરોનાગ્રસ્ત (BJP-Kanti amrutia-corona)થયા હતા તો હવે મોરબીના ભૂતપૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને તેમનો પરિવાર પણ કોરોનાગ્રસ્ત (BJP-Kanti amrutia-corona)થયો છે.

ભૂતપૂર્વ વિધાનસભ્ય કાંતિભાઈ અને તેમની પત્ની જ્યોત્સનાબેન અને તેમના પુત્ર પ્રથમને કોરોના(BJP-Kanti amrutia-corona) થયો છે.

આ પણ વાંચોઃ CARING HANDS : આફતને અવસરમાં ફેરવતા 2500 કોરોના વોરિયર્સે આપ્યું એકતાનું પ્રતીક

કાંતિભાઈ અમૃતિયાએ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે હું, મારા પત્ની જ્યોત્સના અને મારો પુત્ર પ્રથમ કોરોના પોઝિટિવ (BJP-Kanti amrutia-corona)આવ્યા છીએ. તેથી ગાંધીનગર સ્થિત નિવાસ્થાને કવોરેન્ટાઇન થયા છીએ.

તેની સાથે તેમણે ઉમેર્યુ હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં જે પણ મિત્રો આવ્યા હોય તેમણે કોરોના ટેસ્ટ કરાવી લેવા અથવા થોડો સમય આઇસોલેશનમાં રહેવુ. સી.આર. પાટિલે એક પછી એક બેઠકો અને સભાઓ કરવા લાગતા ભાજપમાં તેઓ કોરોનાના સુપર સ્પ્રેડર બનીને ઉભર્યા હતા. ભાજપના રાજ્યના દિગ્ગજ નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા તેનું કારણ સી.આર. પાટિલ માનવામાં આવે છે. જો તેમણે સભાઓ યોજી ન હોત તો ભાજપની અંદર કોરોનાનો આટલો ફેલાવો થયો ન હોત.

ભાજપના પ્રાદેશિક નેતાઓ અને રાષ્ટ્રીય નેતાઓ એક પછી એક કોરોનાની ઝપટમાં આવી રહ્યા છે. આવી જ પરિસ્થિતિ કોંગ્રેસના નેતાઓની પણ છે. કોંગ્રેસના પણ ઘણા નેતાઓ કોરોનાની ઝપટમાં આવી ચૂક્યા છે. પણ કોંગ્રેસે કોરોના કાળમાં જનસંપર્ક કરવાનું ટાળતા તેના ઘણા નેતાઓ હજી બચેલા છે.