Gujarat Exclusive > રાજનીતિ > ભાજપ મારા ફોન ટેપ કરાવી રહી છે- મમતા બેનરજી

ભાજપ મારા ફોન ટેપ કરાવી રહી છે- મમતા બેનરજી

0
36

કોલકાતા: મમતા બેનરજીના કથિત અવાજ ધરાવતી એક ઓડિયો ક્લિપ વાયરલ થયાના એક દિવસ પછી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ ભાજપ પર પોતાના ફોન કોલની રેકોર્ડિંગને લઇને આરોપ લગાવ્યો છે. સાથે જ તેમણે કહ્યુ કે તે આ મામલે CID પાસે તપાસ કરાવશે.

વર્ધમાનના ગલસીમાં એક ચૂંટણી રેલીમાં મમતા બેનરજીએ ભાજપ પર ષડયંત્ર રચવાનો આરોપ પણ લગાવ્યો છે, તેમણે કહ્યુ કે ભાજપને આ વાત ખબર છે કે તે તૃણમૂલ કોંગ્રેસ અને તેની વિકાસ યોજનાઓનો મુકાબલો કરી શકતી નથી, માટે આવુ કરી રહી છે.

મમતા બેનરજીએ કહ્યુ, “ભાજપના નેતા લોકો રોજની વાતોની પણ જાસૂસી કરી રહ્યા છે. એવુ લાગે છે કે તે ખાવા-પીવાની વાતોથી લઇને દરેક ઘરેલુ વાતો માટે કરવામાં આવતા ફોન કોલની રેકોર્ડિંગ કરાવી રહી છે. હું આ મામલે સીઆઇડીને તપાસનો આદેશ આપીશ. આવી હરકતોમાં સામેલ કોઇને પણ હું છોડવાની નથી.”

પોતાની કથિત જાસુસીના જવાબદાર ભાજપ અને કેન્દ્ર સરકારને ગણાવતા મમતાએ કહ્યુ કે તે પહેલાથી જાણે છે કે આ આખી ઘટના પાછળ કોણ છે. મમતા બેનરજીએ દાવો કર્યો કે તેમણે સૂચના મળી છે કે કેન્દ્રીય તાકાતો કેટલાક એજન્ટો દ્વારા આવી ગતિવિધિમાં સામેલ છે, તેમણે કહ્યુ કે તેની પાછળ ભાજપ છે અને તેનું કહેવુ છે કે તેમાં તેમની કોઇ ભૂમિકા નથી.

આ પહેલા શુક્રવારે ભાજપે એક ઓડિયો ક્લિપ જાહેર કરી હતી અને દાવો કર્યો હતો કે તે ક્લિપમાં મહિલાનો જે અવાજ છે, તે મમતા બેનરજીનો છે. આ ઓડિયો ક્લિપમાં બીજો અવાજ કૂચ બિહાર જિલ્લાના ટીએમસીના પ્રમુખ પાર્થા પ્રતિમ દાસનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વાતચીતમાં શીતલગુચી ગોળીકાંડનો ઉલ્લેખ થઇ રહ્યો હતો જેમાં સુરક્ષા કર્મીઓના હાથે પાંચ લોકો માર્યા ગયા હતા.

આ પણ વાંચો: દેશમાં કોરોનાથી લોકો મરી રહ્યાં છે તો ચોકીદાર એન્ડ કંપની રેલીઓમાં વ્યસ્ત

બંગાળમાં TMCની ત્રણ તબક્કાનું મતદાન એક દિવસે કરાવવાની માંગ ફગાવાઇ

કોરોના વાયરસના વધતા ખતરા વચ્ચે ચૂંટણી પંચે બંગાળ ચૂંટણીને લઇને કેટલીક ગાઇડલાઇન્સ જાહેર કરી છે. જોકે, તેમાં ટીએમસીની આગામી ત્રણ તબક્કાનું મતદાન એક સાથે કરાવવાની માંગને માનવામાં આવી નથી. એવામાં તમામ દળોએ ચૂંટણી પંચને આશ્વાસન આપ્યુ છે કે જેવુ તે ઇચ્છશે તેવુ જ થશે. તે બાદ સર્વદળીય મીટિંગ પૂર્ણ થઇ હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat