Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત: રાજયસભાની ખાલી પડેલી બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યાં

ગુજરાત: રાજયસભાની ખાલી પડેલી બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યાં

0
56

ગાંધીનગર: ગુજરાતમાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના બન્ને ઉમેદવારોએ આજે ગુજરાત વિધાનસભા ખાતે પોતાના ફોર્મ ભર્યા છે. દિનેશભાઈ અનાવાડિયા (પ્રજાપતી) અને રામભાઈ મોકરિયાએ આજે પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ સમયે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કૃષિમંત્રી આર.સી.ફળદુ, ગૃહ રાજય મંત્રી પ્રદીપસિહ જાડેજા સહિત મંત્રીમંડળના સભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. Gujarat Rajya Sabha

કોંગ્રેસ નેતા અહેમદ પટેલ અને ભાજપ નેતા અભય ભારદ્વાજના અવસાન બાદ આ બન્ને બેઠકો ખાલી પડી હતી. જો કે કોંગ્રેસે રાજ્યસભા માટે પોતાના એક પણ ઉમેદવારને નહીં ઉતારવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યસભાની બન્ને બેઠકો માટે અલગ-અલગ મતદાન થવાનું હોવાથી ભાજપના બંને ઉમેદવારોની જીત નિશ્ચિત માનવામાં આવે છે. જેના કારણે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી નથી. આ બન્ને બેઠકો પર 1 માર્ચે અલગ-અલગ મતદાન થવાનું છે. જો કે ગુજરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ વધારે હોવાથી બન્ને બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત નક્કી માનવામાં આવે છે. Gujarat Rajya Sabha

આ પણ વાંચો: ઉન્નાવ: ખેતરમાં સંદિગ્ધ અવસ્થામાં મળી 3 સગીરા, બેના મોત Gujarat Rajya Sabha

ભાજપના બન્ને ઉમેદવારોમાં સૌથી વધુ ચર્ચા રામભાઈ મોકરિયાની થઈ રહી છે. જે પોરબંદરના રહેવાસી છે. જેમની રાજનીતિમાં કોઈ સક્રિય ભૂમિકા જ નથી. રામભાઈ મોકરિયા મારુતિ કુરિયર કંપનીના માલિક છે. જ્યારે દિનેશ પ્રજાપતિ ઉત્તર ગુજરાતથી છે. જે ભાજપના બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ પણ રહી ચૂક્યાં છે. Gujarat Rajya Sabha

ભાજપની ટિકિટ મેળવનારા રામભાઈ મોકરિયાએ જણાવ્યું હતું કે, અમે લોકોના વિકાસ માટે કામ કરીશુ અને પાર્ટી નેતાઓના માર્ગદર્શનમાં આગળ વધીશું. અત્યારે ગુજરાતમાંથી રાજ્યસભામાં ભાજપનું પ્રતિનિધિત્વ કરતાં સભ્યોની સંખ્યા 6 છે. હવે આ બે ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં ભાજપની સંખ્યા વધીને 8 થશે, જ્યારે કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરતા ગુજરાતના સાંસદોની સંખ્યા 3 રહેશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat