નવી દિલ્હી: રાહુલ ગાંધી દ્વારા પેગાસસને લઇને આપવામાં આવેલા નિવેદન પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે નિશાન સાધ્યુ છે. અનુરાગ ઠાકુરે કહ્યુ કે રાહુલ ગાંધી એક વખત ફરી વિદેશી ધરતી પર વિવાદ ઉભો કરી રહ્યા છે અને પેગાસસ તેમના ફોનમાં નથી મગજમાં છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લંડનની કેમ્બ્રિજ યૂનિવર્સિટીમાં પેગાસસને લઇને સરકાર પર નિશાન સાધ્યુ છે, તેમણે તેમના ફોનની જાસૂસી થવાની વાત કરી છે.
Advertisement
Advertisement
રાહુલ ગાંધીના ફોનમાં નહી મગજમાં પેગાસસ
અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યુ કે કોંગ્રેસ અને તેના નેતા માત્ર વિદેશી ધરતી પર દેશનું નામ બદનામ કરવાનું કામ કરે છે. ભાજપના નેતાએ કહ્યુ કે રાહુલ ગાંધીના ફોનમાં નહી મગજમાં પેગાસસ છે, તેમણે વધુમાં કહ્યુ કે કાલની ચૂંટણીના પરિણામ જણાવે છે કે કોંગ્રેસનો ફરી એક વખત સફાયો થઇ ગયો છે. કોંગ્રેસ લોકોના જનાદેશનો સ્વીકાર કરી શકતી નથી અને કાલના પરિણામ કહે છે કે લોકો પીએમ મોદી પર વિશ્વાસ કરે છે.
પેગાસસ હતુ તો ફોન જમા કેમ ના કરાવ્યો
અનુરાગ ઠાકુરે કહ્યુ કે જો પેગાસસ રાહુલ ગાંધીના ફોનમાં હતું તો તેમણે સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી ટેકનિકલ કમિટી પાસે પોતાનો ફોન જમા કેમ કરાવ્યો નહતો. અનુરાગ ઠાકુરે કહ્યુ કે રાહુલ ગાંધીએ એમ પણ જણાવવુ જોઇએ કે તેમની શું મજબૂરી હતી કે તેમણે પોતાનો ફોન જમા ના કરાવ્યો. કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે અન્ય નેતાઓએ પણ પેગાસસ પર નિવેદન આપ્યુ હતુ પરંતુ પોતાનો ફોન જમા કેમ નહતો કરાવ્યો.
આ પણ વાંચો: ‘મારા ફોનની જાસુસી થતી હતી, મને અધિકારીઓએ સાવચેત રહેવા કહ્યું હતું’, કેમ્બ્રિજ યૂનિવર્સિટીમાં રાહુલ ગાંધી
શું છે પેગાસસ વિવાદ?
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે 2019માં જ ભારતમાં ઓછામાં ઓછા 1400 લોકોના પ્રાઇવેટ મોબાઇલ અથવા સિસ્ટમની જાસૂસી થઇ હતી. કહેવામાં આવ્યુ કે તેમાં 40 જાણીતા પત્રકાર, વિપક્ષના ત્રણ મોટા નેતા, બંધારણીય પદ પર રહેલા એક મહાનુભાવ, કેન્દ્ર સરકારના બે મંત્રી, સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારી, દિગ્ગજ ઉદ્યોગપતિ પણ સામેલ છે.
શું છે પેગાસસ?
પેગાસસ એક જાસુસી સૉફ્ટવેરનું નામ છે, તેને કારણે તેને સ્પાઇવેર પણ કહેવામાં આવે છે, તેને ઇઝરાયલી સૉફ્ટવેર કંપની NSO Groupએ બનાવ્યું છે. પેગાસસ એક જાસૂસી સૉફ્ટવેર છે જે ટાર્ગેટના ફોનમાં જઇને ડેટા લઇને તેને સેન્ટર સુધી પહોચાડે છે. આ સૉફ્ટવેરના ફોનમાં જતા જ ફોન સર્વિલાંસ ડિવાઇસ તરીકે કામ કરવા લાગે છે, તેને એંડ્રોઇડ અને આઇઓએસ બન્નેને ટાર્ગેટ કરવામાં આવી શકે છે.
Advertisement