Gujarat Exclusive > રાજનીતિ > 2019 લોકસભા ચૂંટણી બાદ 10માંથી 7 રાજ્ય ગુમાવી ચુક્યુ છે ભાજપ, વોટ પણ ઘટ્યા

2019 લોકસભા ચૂંટણી બાદ 10માંથી 7 રાજ્ય ગુમાવી ચુક્યુ છે ભાજપ, વોટ પણ ઘટ્યા

0
80

કોલકાતા: પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે. ટીએમસી તરફથી મમતા બેનરજી વિરૂદ્ધ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ મેદાન પર હતા પરંતુ ફરી એક વખત બંગાળમાં ભાજપનો રંગ ચઢી શક્યો નહતો. બીજી તરફ 2019 લોકસભા ચૂંટણી બાદની વાત કરીએ તો ભાજપના કેટલાક રાજ્યમાં પછડાઇ ગઇ છે. 2019 પછી ભાજપને શું મળ્યુ અને શું ગુમાવ્યુ.

2019 બાદ કેવી રહી ભાજપની રાજનીતિ, પાર્ટી જનાદેશ ગુમાવી રહી છે

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ ઐતિહાસિક બેઠકો સાથે સત્તા પર આવી હતી, તે વર્ષે 7 રાજ્ય (આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડ)માં ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપની રાજનીતિ જોવા મળી હતી. કેટલાક રાજ્યમાં પતો પાર્ટીએ વોટો સાથે રાજ કર્યુ તો કેટલાકમાં નીતિથી રાજ કરી રહી છે. હરિયાણા, સિક્કિમ અને મધ્ય પ્રદેશમાં ભાજપે નીતિથી સત્તા મેળવી લીધી. 2019 બાદથી તમામ પરિણામ પર નજર કરીએ તો ભાજપના હાથમાંથી રાજ્યોનો જનાદેશ જઇ રહ્યો છે. 2019 લોકસભા ચૂંટણી બાદ અત્યાર સુધી 10 વિધાનસભા ચૂંટણીમાં NDAને માત્ર ચાર રાજ્યમાં જીત મળી છે.બીજી તરફ હવે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળમાં ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે.

આંધ્ર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને એક પણ બેઠક પર જીત મળી નહતી, જ્યારે ગત વિધાનસભા (2014) ચૂંટણીમાં ભાજપે અહી 4 બેઠક જીતી હતી.

ઓરિસ્સા વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 23 બેઠક મળી હતી. ભાજપ અહી ગત ચૂંટણીમાં 10 બેઠક જીતી શકી હતી. એટલે કે ઓરિસ્સામાં ભાજપને 10 બેઠકનો ફાયદો થયો હતો.

અરૂણાચલ પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 60માંથી 41 બેઠક પર જીત મળી હતી. આ પહેલા ચૂંટણીમાં ભાજપના ખાતામાં માત્ર 11 બેઠક જ આવી હતી.

સિક્કિમમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને એક પણ બેઠક પર જીત મળી નહતી પરંતુ પરિણામના કેટલાક મહિના બાદ સિક્કિમમાં 25 વર્ષ સુધી શાસન કરનારી સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટ (એસડીએફ)ના 10 ધારાસભ્ય રાતોરાત પક્ષ બદલીને ભાજપમાં સામેલ થઇ ગયા હતા.

હરિયાણામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 90માંથી માત્ર 40 બેઠક પર જીત મળી હતી. જ્યારે ગત ચૂંટણી (2014)માં ભાજપ પાસે 47 બેઠક આવી હતી. હરિયાણામાં સરકાર બનાવવા માટે ભાજપે જનનાયક જનતા પાર્ટી સાથે ગઠબંધન કરવુ પડ્યુ હતું.

મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 105 બેઠક પર જીત મળી હતી. આ પહેલાની ચૂંટણી (2014)માં ભાજપને કુલ 122 બેઠક પર જીત મળી હતી. એટલે કે ચૂંટણીમાં ભાજપને કુલ 17 બેઠકનું નુકસાન થયુ હતું.

ઝારખંડ ચૂંટણીમાં ભાજપ 25 બેઠક પર સમેટાઇ ગઇ હતી, જે 2014ની ચૂંટણીમાં મેળવેલી બેઠકો કરતા 12 બેઠક ઓછી છે.

2019માં ઝારખંડ અને મહારાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટીથી મુક્ત થઇ ગયા હતા, કારણ કે અહી ભાજપ સત્તામાંથી બહાર થઇ ગઇ હતી.

2020ની વાત કરીએ તો ફરી એક વખત દિલ્હી ભાજપથી દૂર રહી ગઇ હતી, અહી એક વખત અરવિંદ કેજરીવાલની પાર્ટી AAPએ કમાલ બતાવી હતી.

મહારાષ્ટ્ર અને ઝારખંડ પહેલા મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ જેવા ત્રણ મોટા રાજ્ય ભાજપના હાથમાંથી નીકળી ગયા હતા પરંતુ ભાજપે પોતાની નીતિનો પ્રયોગ કરતા મધ્ય પ્રદેશમાં ફરી એક વખત સત્તા મેળવી લીધી હતી.

લોકસભાના મુકાબલે વિધાનસભા ચૂંટણીમાં ઘટ્યો ભાજપનો વોટ શેર

2019ની લોકસભા ચૂંટણીમાં મોદી મેજીક જોવા મળ્યો હતો પરંતુ જો તેની મેજિક તુલના વિધાનસભા ચૂંટણીમાં કરીએ તો અહી પિક્ચર બદલાઇ જાય છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વોટ શેરમાં ઓછો જોવા મળે છે.

રાજ્ય પરિણામ
હરિયાણા હાર
મહારાષ્ટ્ર હાર
દિલ્હી હાર
ઝારખંડ હાર
બિહાર જીતી
પશ્ચિમ બંગાળ હાર
તમિલનાડુ હાર
આસામ જીતી
કેરળ હાર
પોડિચેરી જીતી

આ પણ વાંચો:  દીદી હૈ તો મુમકીન હૈ! એક દીદી બીજેપીની બધી મશીનરી પર ભારે

2019 લોકસભા ચૂંટણી બાદ 10માંથી 7 રાજ્ય હાર્યુ ભાજપ, વોટ પણ ઘટ્યો

  • 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપને બંગાળમાંથી 40.25 ટકા મત મળ્યા હતા જ્યારે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં વોટ શેર ઘટીને 38.1 ટકા રહી ગયો છે.
  •  તમિલનાડુની વાત કરીએ તો લોકસભા ચૂંટણીમાં ભાજપનો વોટ શેર 3.66 ટકા હતો, આ વખતના ચૂંટણી પરિણામ જોઇએ તો આ 2.62 પર આવી ગયો છે.
  •  લોકસભા ચૂંટણીમાં ભાજપને આસામમાં 36.05 ટકા મત મળ્યા હતા જ્યારે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં 33.21 ટકા મત મળ્યા છે.
  •  કેરળમાં લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપને 12.93 ટકા મત મળ્યા હતા, બીજી તરફ આ વખતની વિધાનસભા ચૂંટણીમાં 11.30 ટકા મત મળ્યા છે.
  •  બિહારમાં ભાજપને લોકસભા ચૂંટણીમાં 23.57 ટકા મત મળ્યા હતા જ્યારે વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ખાતામાં 19.46 ટકા મત મળ્યા છે.
  •  દિલ્હીની વાત કરીએ તો લોકસભા ચૂંટણીમાં ભાજપને 55.56 ટકા મત હતા, બીજી તરફ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના ખાતામાં 38.51 ટકા મત મળ્યા હતા.
  •  ઝારખંડમાં ભાજપે લોકસભામાં 50.96 ટકા મત મળ્યા હતા, બીજી તરફ વિધાનસભામાં આ ઓછા થઇને 33.37 ટકા પર આવી ગયા હતા.
  •  હરિયાણામાં ભાજપે લોકસભા ચૂંટણી દરમિયાન જ્યા 58.02 ટકા મત મળ્યા હતા, બીજી તરફ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને 36.49 ટકા મત મળ્યા હતા.
  •  મહારાષ્ટ્રની વાત કરીએ તો લોકસભા ચૂંટણીમાં ભાજપને 27.59 ટકા મત મળ્યા હતા પરંતુ વિધાનસભા ચૂંટણીમાં તેમાં ઘટાડો જોવા મળ્યો અને પાર્ટીએ 25.75 ટકા મતથી જ સંતોષ કરવો પડ્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat