ગુજરાતની તમામ 6 મહાનગર પાલિકામાં કોંગ્રેસનો સુપડો સાફ
અમદાવાદઃ ગુજરાતમાં ભાજપનો ફરી ડંકો વાગી રહ્યો છે. 6માંથી 3 મનપા પર કેસરિયો (BJP government)રાજ પૂનઃસ્થાપિત થશે. ભાજપે સૌરાષ્ટ્રના 3 મહાનગરો રાજકોટ, જામનગર અને ભાવનગરમાં બહુમતી મેળવી લીધી. 2015માં પણ અહીં ભાજપનું શાસન હતુ. હવે સ્થિતિ વધુ મજબૂત કરી લીધી. તેમાં પણ રાજકોટમાં મતદારોએ કોંગ્રેસને ફટકાબાજ જાકારો આપ્યો.
ગત મ્યુનિસિપલની ચૂંટણીમાં રાજકોટમાં 72માંથી કોંગ્રેસે 34 બેઠકો મેળવી ભાજપને હંફાવ્યું હતું. ભાજપે અહીં 38 બેઠકો મેળવી માંડમાંડ સત્તા બચાવી હતી. જ્યારે આ વખતે કોંગ્રેસનું 48 બેઠકોના પરિણામ બાદ પણ હજુ ખાતુ ખુલ્યું નથી.
બપોરે 1.30 વાગ્યા સુધી જાહેર થયેલા પરિણામો મુજબ રાજકોટની કુલ 72માંથી 48 બેઠકોના પરિણામ જાહેર થઇ ગયા. જે તમામ ભાજપ (BJP government)ના ફાળે ગઇ. કોંગ્રેસ સહિત અન્ય કોઇ પણ પક્ષનું અહીં ખાતું ખુલ્યું નહીં.
જામનગરમાં પણ ભાજપે સત્તા માટેની બેઠકો કબજે કરી લીધી. અહીં 64માંથી 44 બેઠકોના પરિણામા જાહેર થયા. જેમાં 36 બેઠકો ભાજપે જીતી જ્યારે માત્ર 5 બેઠક કોંગ્રેસના ફાળે આવી. તો 3 બેઠકો બસપનો હાથી સવાયો થયો.
ભાજપના ગઢ સમા ભાવનગરમાં અપેક્ષા મુજબ જ કેસરિયા છવાયો. અહીં 52માંથી 36ના રિઝલ્ટ આવી ગયા. તેમાંથી ભાજપે (BJP government) 31 પર કબજો કરી બહુમતી માટેનો 33નો આંક વટાવી લીધો. હવે બાકીની 16માંથી જેટલી બેઠકે તેને મળે એ વધારાનો નફો હશે. અહીં પણ કોંગ્રેસના ફાળે હજુ સુધી માત્ર 5 બેઠક આવી છે.