પશ્ચિમ બગાળ ચૂંટણીને લઈને અમિત શાહે જણાવ્યું છે કે, દેશના ભવિષ્ય માટે પશ્ચિમ બંગાળની ચૂંટણી ખુબ જ મહત્વપૂર્ણ છે. પશ્ચિમ બંગાળ નોર્થ-ઈસ્ટની એન્ટ્રી છે અને દેશની સીમાઓ પણ અહીં આવેલી છે. જો અહીં ઘૂસણખોરી રોકનાર સરકાર બનતી નથી તો દેશની સુરક્ષા માટે મોટો ખતરો છે. બીજી ચીજ અહીં પર 1977થી અસંતોષના ભાવથી સરકાર ચાલે છે. ભારત સરકારને સહયોગ કરવો નહીં. કલકત્તા Vs દિલ્હીની એક લડાઈ શરૂ કરવી અને બંગાળના વિકાસને રોકવું.
અમિત શાહે આગળ ઉદાહરણ આપતા કહ્યું કે, વડાપ્રધાન મોદીએ દેશના બધા ખેડૂતોને છ હજાર રૂપિયા વર્ષે આપ્યા છે. પરંતુ અહીં અમે આપી શકતા નથી. કેમ કે અમને યાદી મોકલવામાં આવી નથી. પીએમ મોદીએ દેશના 60 કરોડ ગરીબોને પાંચ લાખ સુધીનું સ્વાસ્થ્યનો બધો જ ખર્ચ આપવાનું વચન આપ્યું છે અને આપી પણ રહ્યાં છે. પરંતુ અહીં એવું થઈ રહ્યું નથી કેમ કે, અહીં તે યોજનાને રોકવામાં આવી છે.
અમિત શાહે આગળ કહ્યું કે, વિવેકાનંદ અને રવિન્દ્રનાથ ટૈગોરે આખા દેશશને એક સાથે જોડવાની કોશિશ કરી. સુભાષ ચંદ્ર બોઝને દેશનું એક-એક બાળક ઓળખે છે. તમિલનાડૂમાં અનેક બાળકોના નામ તેમના નામ પર રાખવામાં આવ્યા છે. પ્રણવ મુખર્જીએ દેશના રાષ્ટ્રપતિ હતા. પરંતુ કોમ્યુનિસ્ટોએ ખરાબ રાજનીતિ કરવા માટે બંગાળને અલગ કરનાર સંસ્કાર નાંખ્યા હતા. મને લાગે છે કે, બંગાળના લોકો પણ આ વાતને સમજી ગયા છે અને આ વખતે પરિવર્તન થવા જઈ રહ્યું છે.
અમિત શાહે કહ્યું કે, 2019માં અમને 18 સીટો જીતી. 22નું ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. ત્રણ સીટો પર નજીવા અંતરથી ચૂંટણી હાર્યા. તે સમયે લોકોને વિશ્વાસ નહતો કે બીજેપી જીતશે. પરંતુ ગુરૂવારે નંદીગ્રામનો એપિસોડ દેખ્યા પછી બંગાળને ખબર પડી ગઈ છે કે, દીદી જઈ રહ્યાં છે. દીદી પોતાની સીટ હારવાના છે. પ્રથમ બે તબક્કામાં બીજેપી 50થી વધારે સીટો જીતીને એક રેકોર્ડ બનાવવા જઈ રહી છે.