Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ભાજપની કોર કમિટીમાં આગામી વિધાનસભાની ચૂંટણી 2022 ને લઇને થઈ ચર્ચા

ભાજપની કોર કમિટીમાં આગામી વિધાનસભાની ચૂંટણી 2022 ને લઇને થઈ ચર્ચા

0
25
  • વધુમાં વધુ બેઠકો મેળવવા સઘન પ્રયાસ કરવાની પણ ચર્ચા કરાઇ

  • સરકાર અને સંગઠન વચ્ચે સમન્વયને કારણે પેટા ચૂંટણીમાં જીત મળી : CR પાટીલ

ગાંધીનગર: ગુજરાત રાજયના પ્રદેશ પ્રભારી અને સાંસદ ભુપેન્દ્ર યાદવ ત્રણ દિવસ ગુજરાત મુલાકાતે આવ્યા છે. આજે તા. 11 જૂન 2021ના રોજ ગાંધીનગર કમલમ ખાતે ભાજપ ગુજરાત પ્રદેશની કોર કમિટીની બેઠક તેમની અધ્યક્ષતામાં મળી હતી .આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને ચર્ચા કરવામાં આવી હતી. અને આગામી વિધાનસભામાં વધુમાં વધુ બેઠક હાંસલ કરવાના સઘન પ્રયાસ કરવાની પણ ચર્ચા કરાઈ હતી. કોરોનામાં સરકાર અને સંગઠને કરેલ કામગીરીની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રભારી ભુપેન્દ્ર યાદવે પ્રભારી ભુપેન્દ્ર યાદવે વધુ સારુ કામ કેવી રીતે કરવું તે અંગે પણ માર્ગદર્શન આપ્યુ હતું. ગુજરાત રાજયમાં આવેલ તાઉતે વાવાઝોડામાં થયેલ નુકશાનના સર્વે અંગે પણ વાતચીત કરવામાં આવી હતી.

કોર કમીટીની બેઠક થયા પછી ગુજરાત પ્રદેશના પ્રમુખ સી.આર.પાટીલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે કોરોના કાળમાં આઇસોલેશ બેડ,ફુડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી .યુવા મોરચા અને બક્ષીપંચ મોરચા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં કીટ વીતરણ કરવામાં આવ્યું. આગામી સમયમાં ત્રીજી લહેર આવે તો સંગઠન અને સરકારે કયા પ્રકારની કામગીરી કરવી તેની પણ ચર્ચા કરવામાં આવી હતી.અને સરકાર અને સંગઠનના સમન્વયને કારણે ગુજરાતમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં જીત મેળવી. અને પ્રભારી ભુપેન્દ્ર યાદવે દરેક સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા અને સુચનો સાંભળી વધુ સારુ કામ કેવી રીતે કરવું તે અંગે પણ માર્ગદર્શન આપ્યું અને આગામી દિવસમાં વિકાસના કામો ઝડપથી થાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ, કોર ટીમના સદસ્યો પુરૂષોત્તમ રૂપાલા, ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા, આર સી ફળદુ, સુરેન્દ્ર પટેલ(કાકા), શંકર ચૌધરી, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયા તેમજ ભાજપા ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા, મહામંત્રીઓ પ્રદીપસિંહ વાઘેલા, ભાર્ગવ ભટ્ટ, વિનોદ ચાવડા, રજની પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ત્રણ દિવસના પ્રવાસે

ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ આજે ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે આવ્યા છે. આજે કોર કમિટીની બેઠકમાં ભાગ લીધો હતો. આવતીકાલે તા.12મીના રોજ ભાજપના ગુજરાતના આગેવાનો સાથે વન ટુ વન બેઠક યોજવાના હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ત્રીજા દિવસનો કાર્યક્રમ હજુ જાહેર કરાયો નહીં હોવાનું સૂત્રોએ કહ્યું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat